સિડની, તા.૬
ઉસ્માન ખ્વાજાની શાનદાર સદીથી ઓસ્ટ્રેલિયાએ આજે અહીંયા અંતિમ એશીઝ ટેસ્ટના ત્રીજા દિવસે ચાર વિકેટે ૪૭૯ રન બનાવી ઈંગ્લેન્ડ પર ૧૩૩ રનની મહત્ત્વપૂર્ણ લીડ પ્રાપ્ત કરી લીધી છે. ખ્વાજાએ ૩૮૧ બોલમાં ૧૮ ચોગ્ગા અને એક સિક્સરની મદદથી ૧૭૧ રનની ઈનિંગ રમી. પાકિસ્તાનમાં જન્મેલા ખ્વાજાની આ છઠ્ઠી ટેસ્ટ સદી અને સિડનીમાં પ્રથમ સદી છે જ્યારે શોન માર્શ સિરીઝમાં પોતાની ચોથી અર્ધ સદી ફટકારી ૯૮ રને રમી રહ્યો છે અને તે સદીથી ફકત બે રન દૂર છે. જ્યારે મિશલ માર્શ પણ પોતાની અર્ધસદી પૂરી કરી ૬૩ રને અણનમ છે. માર્શ બંધુઓએ પાંચમી વિકેટ માટે ૧૦૪ રનની ભાગીદારી કરી ચૂક્યા છે.
સિડનીટેસ્ટ : સ્કોરબોર્ડ
ઇંગ્લેન્ડ પ્રથમ દાવ :૩૪૬
ઓસ્ટ્રેલિયા પ્રથમ દાવ
બેનક્રાફ્ટ બો. બ્રોડ ૦૦
વોર્નર કો. બેરશો
બો. એન્ડરસન ૫૬
ખ્વાજા સ્ટ. બેરશો
બો. ક્રેન ૧૭૧
સ્મિથકો. એન્ડ બો. અલી ૮૩
માર્શ અણનમ ૯૮
એમઆર માર્શ અણનમ ૬૩
વધારાના ૦૮
કુલ (૧૫૭ ઓવરમાં ૪ વિકેટે) ૪૭૯
પતન : ૧-૧, ૨-૮૬, ૩-૨૭૪, ૪-૩૭૫
બોલિંગ : એન્ડરસન : ૩૦-૧૧-૫૨-૧, બ્રોડ : ૨૩-૨-૭૦-૧, અલી : ૩૭-૯-૧૨૫-૧, કુરેન : ૨૦-૨-૭૧-૨, ક્રેન : ૩૯-૩-૧૩૫-૧, રુટ : ૮-૩-૨-૦