અમદાવાદ, તા.૨૭
રાજ્યમાં અવર નવર દુષ્કર્મની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે અમદાવાદમાં આવી જ એક ઘટના સામે આવી છે. કર્ણાટકની યુવતીએ રીક્ષા ચાલક વિરૂદ્ધ દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે. આ રીક્ષા ચાલકે પરપ્રાંતિય યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ લગાવ્યો હતો. સમગ્ર મામલે મળતી માહીતી મુજબ અમદાવાદમાં વધુ એક પરપ્રાંતીય યુવતી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. આ યુવતી કર્ણાટકની હોવાનું માલૂમ પડ્યું છે. કર્ણાટકની આ યુવતીએ રીક્ષા ચાલક વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ લગાવતા કહ્યું કે, રીક્ષા ચાલકે તેને લગ્નની લાલચ આપી હતી. જો કે, આ ઘટનાને લઇને નિકોલ પોલીસે આરોપીને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદમાં બે દિવસમાં દુષ્કર્મની આ ત્રીજી ઘટના સામે આવી છે. ઉલ્લેખનીય છે કે, ગત દિવસે અમદાવાદમાં એક જ દિવસમાં બે આવી ઘટનાઓ નોંધાઇ હતી. આ બંને ઘટનાઓ શહેરના વેજલપુર વિસ્તારની છે. પહેલી ઘટના વસ્ત્રાપુર રેલવે ક્રોસિંગ પાસે આવેલા હરીનગરની પરપ્રાંતીય સગીરા સાથે સામુહિક દુષ્કર્મની ઘટના બની હતી. જ્યારે બીજી ઘટનામાં વેજલપુરના ઓડાના મકાનમાં રહેતી ૧૩ વર્ષીય સગીરાનું અપહરણ કરીને તેના ગુપ્તાંગના ભાગમાં ઈજા પહોંચાડવામાં આવી હતી.