(એજન્સી) નવી દિલ્હી, તા. ૬
રાજ્યસભાના સભાપતિ વૈકેયા નાયડુએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને તેમના જેટલી પરના ટ્‌વીટ બદલ વિશેષાધિકાર નોટીસ પાઠવી છે. રાહુલ ગાંધીએ જેટલીનો સ્પેલિંગ લખવામાં જાણીજોઈને ભૂલ કરી હોવાનુ લાગતું હતું. સૂત્રોએ કહ્યું કે આ બાબત વિશેષાધિકાર સમિતિના ધ્યાનમાં લાવવામાં આવી શકે છે. રાહુલ ગાંધીએ ટ્‌વીટ કરીને જેટલીને કહ્યું હતું કે વડાપ્રધાન મોદીનો કહેવાનો અર્થ આવો નહોતો કે તેમનો અર્થ શું થાય તેવુ મને યાદ દેવડાવવા બદલ ડીયર જેટલીજી, તમારો આભાર. રાહુલે તેમના ટ્‌વીટમાં જેટલીનો સ્પેલિંગ ખોટો લખ્યો હતો. રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીની ચૂંટણી ટાણેના પ્રચારનો એક વીડિયો પણ પોસ્ટ કર્યો હતો. વીડિયો ક્લીપમા દેખાતું હતું કે મોદી પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામીદ અંસારી,પાકિસ્તાની ઉચ્ચાયુક્ત તથા કોંગ્રેસના નેતા મણીશંકર ઐયર વચ્ચે થયેલી કથિત મુલાકાત વિશે વાતો કરતા દેખાતાં હતા. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ આજે પણ ફરી એક વાર વડાપ્રધાન મોદી અને જેટલી પર ટ્‌વીટ દ્વારા નિશાન સાધ્યું. રાહુલે કહ્યું હતું કે મોદીની સકલ વિભાજનકારી રાજનીતિ સાથે જેટલીની પ્રતિમાને કારણે ૧૩ વર્ષમાં રોકાણ તળિયે પહાોંચ્યું છે. તેમણે દાવો કર્યો કે રાજકોષીષ ખાદમાં વધારો થયો અને અનેક યોજનાઓને અટકેલી પડી છે.