અમદાવાદ,તા.૧૯
હજ ર૦૧૮ માટે ગુજરાત રાજય હજ સમિતિ મારફતે જે અરજદારોએ અરજી કરી હોય અને તા.૧૮-૧-૧૮ના રોજ યોજાયેલ કુર્રા (ડ્રો)માં પ્રોવિઝનલ સિલેકશન થયેલ હોય તેવા અરજદારોને એડવાન્સ હપ્તાની રકમ રૂપિયા ૮૧૦૦૦ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની (કોરગ્રુપ)ની કોઈપણ શાખામાં હજ કમિટી ઓફ ઈન્ડિયા, મુંબઈના ખાતા નંબર ૩ર૧૭પ૦ર૦૦૧૦ જમા કરવા અથવા યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયાની કોઈપણ શાખામાં હજ કમિટી ઓફ ઈન્ડિયા મુંબઈના ખાતા નંબર ૩૧૮૭૦ર૦૧૦૪૦૬૦૦૯માં જમા કરાવું ત્યારબાદ પે-ઈન-સ્લીપની ઓરિજનલ કોપી, ઓરિજનલ પાસપોર્ટ, પાસપોર્ટ સાઈઝનો એક કલર ફોટોગ્રાફ પરંતુ ફરજિયાતપણે વ્હાઈટ બેગગ્રાઉન્ડવાળો પાસપોર્ટની પાછળ સેલો ટેપથી ચોંટાડેલ, મેડિકલ સ્કીનીંગ અને ફીટનેસ સર્ટિ. (એમબીબીએસ અથવા ગવર્નમેન્ટ ડો. દ્વારા પ્રમાણિત) આ તમામ દસ્તાવેજો ફકત હજ હાઉસ રેવાબાઈ ધર્મશાળાની બાજુમાં, જૂના રેલવે સ્ટેશન સામે, કાલુપુર, અમદાવાદ ખાતે મોડામાં મોડું તા.૩૧-૧-ર૦૧૮ સુધીમાં મોકલી આપવામાં આવે. ત્યારબાદ ગુજરાત રાજય હજ સમિતિ ગાંધીનગર ખાતે સ્વીકારવામાં આવશે નહીં. તદઉપરાંત પૈસા ભરવાની પે-ઈન-સ્લીપ તથા મેડિકલ સ્કીનીંગ અને ફિટનેસ સર્ટિ. હજ ગાઈડ લાઈન્સ ફોર્મમાંથી મેળવી લેવા અથવા www.hajcommittee.com. પરથી ડાઉનલોડ કરી લેવા વિનંતી છે હજ હાઉસ કાલુપુર ખાતેથી રૂબરૂમાં પણ બન્ને નકલો મળી શકશે. હજ કમિટી ઓફ ઈન્ડિયા મુંબઈ દ્વારા પ્રોવિઝનલ સિલેકટેડ અરજદારના કવર હેડના મોબાઈલ નંબર ઉપર બેન્ક રેફરન્સ નંબર મોકલવામાં આવેલ છે. જે પે-ઈન-સ્લીપમાં લખવાનો રહેશે ૭૦થી વધુ વર્ષના પ્રોવિઝનલ સિલેકટેડ પ૮પ હજ અરજદારોએ અચુક પણે તા.૩૧-૧-ર૦૧૮ સુધીમાં મેડિકલ સ્કીનીંગ અને ફિટનેસ સર્ટિ. તેમજ પ્રતિ અરજદાર રૂપિયા ૮૧૦૦૦ની ઉપર જણાવેલ પે-ઈન-સ્લીપ ફકત હજ હાઉસ, કાલુપુર ખાતે જમા કરાવવા હજ સમિતિએ એક યાદીમાં જણાવ્યું છે.