Ahmedabad

રાજ્યની ગ્રાન્ટેડ શાળાના શિક્ષણ સહાયકોને સરકારી શાળાના સહાયકો કરતાં ઓછો પગાર

અમદાવાદ, તા.ર૩
રાજ્યના ૭ હજાર જેટલી ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષણ સહાયકો તરીકે હજારો યુવતીઓ ફરજ બજાવે છે. તેઓ સરકારી શાળાના શિક્ષણ સહાયક જેટલી જ લાયકાત અને હોદ્દો ધરાવતા હોવા છતાં અને એટલું જ કામ કરતાં હોવા છતાં ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષણ સહાયકોને વેતન ચૂકવવામાં અન્યાય કરવામાં આવે છે. આથી આ પગાર વિસંગતતા દૂર કરી ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષણ સહાયકોને પણ સરકારી શાળાના સહાયકો જેટલો પગાર ચૂકવવા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજૂઆત કરવામાં આવી છે. સરકારી શાળા અને ગ્રાન્ટ-ઈન-એઈડ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકોના પગાર અંગેની વિસંગતતા છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી ચાલે છે અને આ બાબતે શિક્ષકો અને શિક્ષકોના સંગઠન દ્વારા અવારનવાર રજૂઆત કરવામાં આવી છે. સરકારી શાળામાં નાણાં વિભાગના તા.૧૮-૧-ર૦૧૭ના ઠરાવ ક્રમાંક ખરચ/ર૦૦ર/પ૭/પાર્ટ-ઝ.૧ મુજબ માધ્યમિક શિક્ષણ સહાયકોને રૂા.૩૧૩૪૦ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષણ સહાયકોને રૂા.૩૮૦૯૦ પગાર ચૂકવવામાં આવે છે. જ્યારે શિક્ષણ વિભાગની ગ્રાન્ટ ઈન એઈડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષણ સહાયકોને શિક્ષણ વિભાગના તા.૧૭-૧૦-ર૦૧૭ના ઠરાવ ક્રમાંક ૧૧૧પ/રર/ગ મુજબ માધ્યમિક શિક્ષણ સહાયકને રૂા.રપ૦૦૦ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયકને રૂા.ર૬૦૦૦ વેતન ચૂકવવામાં આવે છે. એક તો ગુજરાતમાં કર્મચારીઓને પાંચ વર્ષ ફિક્સ પગારમાં રાખીને શોષણ કરવામાં આવે છે અને તેમાં પણ એક જ કામ, એક જ લાયકાત, એક જ હોદ્દો છતાં સરકારી શિક્ષણ સહાયકોને વધુ પગાર અને ગ્રાન્ટેડ શિક્ષણ સહાયકોને ઓછો પગાર, શિક્ષકો માટે અન્યાયી છે અને સમાન કામ-સમાન વેતન-૧૯૭૬ના કાયદાના ઉલ્લંઘન છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    AhmedabadReligion

    જુહાપુરામાં રહેતા મધુબેનનું અવસાન થતાં મુસ્લિમસમુદાયે અંતિમવિધિમાં સામેલ થઈ કોમી એકતા દર્શાવી

    મધુબેન છેલ્લા પ૦ વર્ષથી કોઈપણ…
    Read more
    AhmedabadSports

    રાશિદ ખાને તોડ્યો મો.શમીનો રેકોર્ડ, GT માટે સૌથી વધારે વિકેટ લેનાર બોલર બન્યો

    અમદાવાદ, તા.૧અફઘાનિસ્તાનના સ્ટાર…
    Read more
    AhmedabadSports

    અમદાવાદ ખાતે ગુજરાત ટાઈટન્સ અને…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.