(એજન્સી)નવીદિલ્હી, તા.૧૪
સોમવારે ૧૪ ઓગસ્ટે પાકિસ્તાને પોતાનો ૭૦મો સ્વતંત્રતા દિવસ ઉજવ્યો. આ અગાઉ ભારતના કેટલાક યુવાઓએ પાકિસ્તાનને એક સુંદર ભેટ આપી હતી. આ ભેટ મેળવીને પાકિસ્તાન પણ આશ્ચર્યચકિત થઇ ગયું હતું. હકીકતમાં ભારતના એક બેન્ડ એકાપેલ્લા બેન્ડ વોેક્સકોર્ડે પાકિસ્તાનનું રાષ્ટ્રગાન ગાઇને એક વીડિયો બનાવ્યો છે અને તેને સોશિયલ મીડિયા પર અપલોેડ કર્યો છે. બે મિનિટના આ વીડિયોની શરૂઆતમાં બેન્ડના સભ્યો પ્લેકાર્ડ સાથે જાવા મળે છે. આ પ્લેકાર્ડમાં લખવામાં આવ્યું છે કે ‘તમને શુભેચ્છા પાઠવવાની આ એક રીત છે, હેપ્પી બર્થ ડે પાકિસ્તાન. આ સ્વતંત્રતા દિવસ પર પોતાના પડોશીઓને આ ગીત સમર્પિત કરવા ઇચ્છીએ છીએ. આ ગીત વિશ્વાસ, ગર્વ, શક્તિ, પ્રગતિ અને પૂર્ણતા વિશે છે.’ ઉલ્લેખનીય છે કે મ્યુઝિક બેન્ડ દ્વારા ગવાયું હોવા છતાં આ ગીતમાં કોઇ હિપહોપ જેવું સંગીત નથી. આ ગીતમાં બેન્ડના સભ્યો ખૂબ જ ખુશમિજાજી અંદાજમાં પાકિસ્તાનનું રાષ્ટ્રગાન ગાઇ રહ્યાં છે. બેન્ડના જણાવ્યા અનુસાર આ ગીતનો હેતુ બંને દેશો વચ્ચે પડેલી તિરાડને ભરવાનો પ્રયાસ કરવાનો છે.