(એજન્સી)
સ્કોટલેન્ડ, તા.૧૭
અલ-ફારૂક શિક્ષા અને સામુદાયિક કેન્દ્ર ગ્લાસગો અને સ્કોટલેન્ડમાં જુમ્આનો ખુત્બો (શુક્રવારનો ઉપદેશ) બ્રિટીશ સાંકેતિક ભાષામાં (બ્રિટિશ સાઈન લેન્ગવેજ- BSL) પ્રથમ મસ્જિદ બની ગઈ છે. ગત બે મહિના અગાઉ મસ્જિદ આ સફળતાની ઘોષણા કરવામાં આવી હતી. મસ્જિદના ફેસબુક પેજમાં જણાવવામાં આવ્યું કે, બ્રિટિશ સાંકેતિક ભાષામાં (બીએસએલ)અનુવાદ સાથે જુમ્આનો ખુત્બો સ્કોટલેન્ડમાં મુસ્લિમ બધિર સમુદાય માટે એક ઐતિહાસિક દિવસ હતો. એક સંગઠન રૂપે અમારા પ્રેમ અને સ્વીકૃતિના મૂલ્યોને આગળ વધારે છે. જુમ્આના ખુત્બા પછી ઇસ્લામિક કેન્દ્ર દ્વારા મસ્જિદના ઇમામ સાથેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો જેને ચોમેરથી વ્યાપકપણે પ્રશંસા મળી હતી. જો કે ગ્લાસગો મસ્જિદ બર્લિનમાં સેવાઓ પ્રદાન કરનાર સ્કોટલેન્ડમાં પ્રથમ છે. મુસ્લિમ સમુદાયમાં સાંભળવામાં તકલીફની સમસ્યાનો સામનો કરી રહેલા લોકો સુધી ધાર્મિક શિક્ષણ અને જાગૃતતા ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે વર્ષ ૨૦૧૪માં ગ્લોબલ બધિર મુસ્લિમ (જીડીએમ)ની સ્થાપના કરવામાં આવી હતી.
આ અગાઉ બધિરો માટે કતારી સોશિયલ એન્ડ કલ્ચરલ સેન્ટર દ્વારા હાલમાં જ શીખવા માટે અરબી સાઈન લેન્ગવેજનો ૩૭૬ પાનાંનો શબ્દકોષ બહાર પાડવામાં આવ્યો છે.