Ahmedabad

મહંમદ અમાન શેખ ૯૮.૪૪ પર્સેન્ટાઈલ રેન્ક સાથે ઝળકી ઉઠયો

મુસ્લિમ સમાજ શિક્ષણ ક્ષેત્રે પછાત રહી ગયો છે તે મેણુ હવે ધીમે ધીમે ભાંગી રહ્યું છે અને મુસ્લિમો પણ શિક્ષણ ક્ષેત્રે પોતાનું કૌવત  બતાવી રહ્યા છે આવા ગૌરવશાળી કાર્યમાં ધોરણ-૧ર સાયન્સમાં ગ્રુપમાં ૯૮.૪૪ પર્સેન્ટાઈલ રેન્ક સાથે ઝળહળતી સફળતા મેળવનાર  એફ.ડી. સ્કૂલ જુહાપુરાના વિદ્યાર્થી મહંમદ અમન મકસુદ અહેમદ શેખનો પરિવાર પણ  છે. સી.એ.ફાઈનલમાં અભ્યાસ કરતી મોટી બહેન અને મેડિકલ ક્ષેત્રે અભ્યાસ કરતી નાની બહેનના ભાઈ મહંમદ અમાને ગણિતમાં ૯ર અને કેમેસ્ટ્રીમાં ૯૧ ગુણ સાથે ઝળહળતી સફળતા મેળવી એટોનોટીકલ એન્જિનિયર બનવાનું સ્વપ્ન જોયું છે પિતા મકસુદ અહેમદ આઈટીઆઈમાં ઈન્સ્ટ્રકટર છે જયારે માતા યાસ્મીનબાનુ હાઉસ વાઈફ છે. જેમણે બાળકોને ઉચ્ચ શિક્ષણ અપાવવાનું સ્વપ્ન સેવ્યું છે. સમાજના અન્ય લોકો માટે પ્રેરણાદાયી બનશે. જયારે મહંમદ અમાને ૮થી ૧૦ કલાક અભાગ પરિશ્રમ કરી ટયુશન કરી મોબાઈલ ફોનના ઉપયોગ ન કરી મેળવેલી આ ઝળહળતી સફળતા  અનેક વિદ્યાર્થીઓ માટે આગળ વધવા માટે પ્રેરણા આપનાર બનશે.