Tasveer Today

કલા અને ધોબીઘાટ

શ્વેત રંગ એ સહજ સકારાત્મક રંગ છે અને શુદ્ધતા, ઝળહળાટ, શ્રદ્ધા, આધ્યાત્મિકતા, શક્યતા, વિનમ્રતા, નિખાલસતા, નિર્દોષતા અને સંપૂર્ણતાનો સાથી છે. આ ઉપરાંત શ્વેત રંગ એ શોકનું પણ પ્રતિક છે. જ્યારે પણ કોઈનું મૃત્યુ થાય છે ત્યારે તેને સફેદ રંગનું કફન ઓઢાડવામાં આવે છે અને અંતિમક્રિયામાં હાજર રહેલા લોકો પણ સફેદ રંગના વસ્ત્રો ધારણ કરે છે.

હદીષમાં પણ કહેવાયું છે કે સફેદ કપડાં પહેરો કેમ કે તે તમારા માટે શ્રેષ્ઠ વસ્ત્રો છે અને તમારા મૃતકોને પણ (સફેદ કપડા) પહેરાવો.

અહીં આપેલી તસવીરો એ બતાવે છે કે સફેદ ફુગ્ગાઓનો ઉપયોગ કરીને કલાકૃતિ તૈયાર કરવી એ કલાકારની આંતરરાષ્ટ્રીય વિચારધારા છે. તેણે તે સ્થાનને સુંદર બનાવવા માટે સફેદ ફુગ્ગાઓથી સુશોભિત કર્યું છે અને ડાઈની ફેકટરી જે ધોબીઘાટ જેવી લાગી રહી છે ત્યાંની કર્મચારી સફેદ કાપડને લટકાવી રહી છે તેનું અજાણતા કરેલું કાર્ય પણ અસાધારણ રીતે સુંદર લાગી રહ્યું છે.

વિલિયમ ફોરસીથ એ એક નૃત્યકાર અને કોરિયોગ્રાફર પણ છે અને તેમના કાર્યોમાં એક વિભાગ ‘કોરિયોગ્રાફીક ઓબ્જેક્ટસ’ નામનો પણ છે. પ્રથમ તસવીરમાં દેખાય છે કે, હજારો સફેદ રંગના ફુગ્ગાઓ અલગ-અલગ ઊંચાઈએ લટકાવવામાં આવ્યા છે જેથી તેમની વચ્ચેથી પસાર થઈ શકાય, તેમને સ્પર્શી શકાય અને તેમની વચ્ચે રહેલી જગ્યામાંથી જોઈ શકાય.

17બીજી તસવીરમાં બાંગ્લાદેશના ઢાકા નજીક નારાયણગંજ ખાતે ડાઈની ફેકટરીની કર્મચારી સફેદ કાપડને ધોયા બાદ તેને સૂકવી રહી છે તેનું આ સામાન્ય કાર્ય પણ આપણને એક અસામાન્ય તસવીર આપી જાય છે.

Related posts
Tasveer Today

તસવીર ટુડે ‘ગાઝામાં ઈદ’

ઇદુલ ફિત્રનો તહેવાર દુનિયાભરમાં…
Read more
Tasveer Today

તસવીર ટુડે ‘ગાઝામાં ઈદ’

ઇદુલ ફિત્રનો તહેવાર દુનિયાભરમાં…
Read more
Tasveer Today

તસવીર ટુડે ‘ગાઝામાં ઈદ’

ઇધર આ સિતમગર હુનર આઝમાએં, તુ તીર આઝમા…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *