(એજન્સી) બેજિંગ, તા. ૨૦
ચીનની સેનામાં ટૂંક સમયમાં લાંબા અંતરની એવું આંતરમહાદ્વિપીય બેલાસ્ટિક મિસાઈલ સામેલ થઈ રહી છે જે દુનિયાના કોઈ ખુણે ત્રાટકવાની ક્ષમતા ધરાવે છે. ચીનની આગામી પેઢીવાળી આ મિસાઈલ આગામી વર્ષે ચીની સેનામાં સામેલ થવાની સંભાવના છે. સોમવાર પ્રસિદ્ધ થયેલા એક મીડિયા રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું કે આ મિસાઈલ પરમાણુ હથિયારોની એકીસાથે લઈ જવાની ક્ષમતા ધરાવે છે. ડોંગફેંગ-૪૧ નામની આ મિસાઈલ દુશ્મન દેશોની મિસાઈલ ખતરા અને ડિફેન્સ સિસ્ટમને માત દેવામાં પણ સક્ષમ છે. આ મિસાઈલની ગતિ મેક ૧૦ થી પણ ળદારે છે. સરકારી મીડિયા હાઉસ ગ્લોબલ ટાઈમ્સની એક ખબર અનુસાર વર્ષ ૨૦૧૨ માં આ મિસાઈલની જાહેરાત થયાં બાદ તેનું અત્યાર સુધીમાં આઠ વાર પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ પીપલ્સ લિબરેશન આર્મીમાં ૨૦૧૮ માં સામેલ થઈ શકે છે. જો આ મિસાઈલ સેનામાં સેવા આપતી શરૂ થશે તો તે ઘણી મજબૂત બનશે. ગ્લોબલ ટાઈમ્સે લખ્યુંમ કે ડોંગફેંગ ૪૧ ત્રણ સ્તરીય નક્કર ઈંધણ મિસાઈલ છે અને તેમાં ઓછામાં ઓછું ૧૨,૦૦૦ કિલોમીટરની મારક ક્ષમતા ધરાવે છે. અર્થાત, આ મિસાઈલ ચીનમાંથી દુનિયાના કોઈ ખુણે ત્રાટકવાની ક્ષમતા ધરાવે છે. આ મિસાઈલ ૧૦ પરમાણુ હથિયારોને એકી સાથે વહન કરી શકે છે અને અલગ અલગ નિશાન લગાવી શકે છે. રશિયાના નિષ્ણાંતોના જણાવ્યાનુસાર, અમેરિકાને ધ્યાનમાં રાખીને આ મિસાઈલ તૈયાર કરવામાં આવી છે. આ મિસાઈલ દ્વારા અમેરિકા અને યુરોપના તમામ ભાગોને નિશાન પર લઈ શકાય છે. ખબરોના જણાવ્યાનુસાર, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ દ્વારા ચીન પર વધી રહેલા દબાણને ખાળવાની એક રણનીતિ તરીકે મિસાઈલને જોવામાં આવી રહી છે.