અમદાવાદ,તા.ર૩
માહે ઝિલ કદના ૩૦મા ચાંદના હિસાબે માહે ઝિલ હજનો પહેલો ચાંદ તા.ર૪-૮-ર૦૧૭ને ગુરૂવારે ગણવામાં આવશે. આ હિસાબે ઈદ-ઉલ-અઝહા તા.ર-૯-ર૦૧૭ને શનિવારે મનાવવામાં આવશે. એમ ગુજરાત ચાંદ કમિટીના પ્રમુખ મુફતી શબ્બીર અહમદ સિદ્દીકીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.