(એજન્સી) નવી દિલ્હી, તા.ર૪
જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટી દ્વારા હાથ ધરાયેલા એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું હતું કે, ઔષધીય માટે ઉપયોગમાં લેવાતી હળદરની મદદથી પેટના કેન્સરની સારવારમાં મદદ મળે છે. યુનિવર્સિટીના બાયોટેકનોલોજી વિભાગ દ્વારા હાથ ધરાયેલા સંશોધનમાં આ વાત જણાવવામાં આવી હતી.
સંશોધનમાં જણાવવામાં આવ્યું હતું કે, હળદરમાં રહેલા તત્ત્વોના કારણે પેટના કેન્સરની સારવારમાં મદદ મળે છે. ઔષધીય હળદર દ્વારા પેટના કેન્સરની સફળ સારવાર કરી શકાય છે. અધ્યાપક રૂપેશ ચતુર્વેદીના નેતૃત્વમાં પાંચ વિદ્યાર્થીઓની ટીમે આ અંગે સંશોધન હાથ ધર્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા લખનૌના ૪૦ લોકોના ગ્રુપ પર સંશોધન હાથ ધરી વિસ્તૃત અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. આ ૪૦ લોકો પર હાથ ધરાયેલા સંશોધનમાં જાણવા મળ્યું હતું કે, ઔષધીય હળદરના ઉપયોગથી પેટનું કેન્સર નોતરતાં બેક્ટેરિયાને ડામી શકાય છે.
રોહિત તિવારી, અલ્કા યાદવ, જ્યોતિ ગુપ્તા, જ્યોતિ અને અચ્યુત પાંડે નામક વિદ્યાર્થીઓ આ સંશોધનમાં જોડાયા હતા.