(એજન્સી) તુર્કી, તા.રપ
તુર્કીના નેશનાલીસ્ટ મૂવમેન્ટ પાર્ટીના રાષ્ટ્રવાદી નેતા દેવલેત બાહસેલી ચેતવણી આપી છે કે, ઈરાકના અર્ધ સ્વાયત્ત કુર્દીસ્તાન પ્રદેશમાં આવતા મહિનનાના અંતમાં યોજાનાર સ્વતંત્રતા પર લોકમત એ સંઘર્ષ કરતા આરબ દેશોને યુદ્ધ તરફ દોરી જશે. તેમણે સ્થાનિક મીડિયાને જણાવ્યું કે, જે દેશમાં (ઈરાક) ઘણી જ સમસ્યાઓ છે, ત્યાં સ્વતંત્રતા પર લોકમત થશે તો ખૂબ જ ખરાબ પરિસ્થિતિ સર્જાશે. તુર્કીશ નાયબ વડાપ્રધાન બેકિર બોઝદાગના જણાવ્યા અનુસાર, સ્વતંત્ર કુર્દીશ રાજ્ય માટેનો લોકમત એ ઈરાકના બંધારણનો ભંગ કરે છે અને તેને કારણે મધ્યપૂર્વની પરિસ્થિતિઓ ખૂબ જ અસ્થિર બનતી જશે. કુર્દીસ્તાન માટે આ એક પૂર્વાભ્યાસ છે. જો જરુરિયાત હોય તો તુર્કીએ આ લોકમતને યુદ્ધના કારણ માન્ય રાખવા જોઇએ તેમ બહેચીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે તુર્કમેન શહેરોનો સમાવેશ કરતી બરઝાનીની સ્વતંત્રતા લોકમતની તૈયારીની વિરુદ્ધ પગલાં લેવાવા જોઇએ. તુર્કીના વિદેશ મંત્રી મેવલુટ કાવુસોગ્લુએ કહ્યું હતું કે “તુર્કી ઈરાકની પ્રાદેશિક અને રાજકીય એકતાને મહત્વ આપે છે તે ખૂબ જ અગત્યનું છે. આને કારણે પ્રદેશમાં સ્થિરતા પ્રાપ્ત થાય છે અને લોકો શાંતિ અને સુરક્ષા અનુભવે છે. ઈરાકની પ્રાદેશિક સરકાર દ્વારા આ જે નિર્ણય લેવામાં આવ્યો છે, તે પ્રદેશની અસ્થિરતામાં વધારો કરશે. ઉપરાંત તે ઈરાકના બંધારણનું પણ ઉલ્લંઘન કરે છે.” રાજધાની ઁઅંકારામાં યોજાયેલી કેબિનેટ બેઠક બાદ એક પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું હતું.કુર્દિસ્તાન પ્રાદેશિક સરકારના પ્રમુખ માસૌદ બરઝાનીના નજીકના સલાહકાર હોશિયાર ઝબારીએે શનિવારે જણાવ્યું હતું કે, કોઈપણ સંજોગોમાં ગમે તેટલા વાંધાઓ સર્જાય તો પણ ૨૫ સપ્ટેમ્બરના રોજ કુર્દિસ સત્તાધિકારનું આયોજન કરવામાં આવશે. લોકમતને મુલતવી રાખવાના મુદ્દે, રાષ્ટ્રપતિએ (બરઝાની) જણાવ્યું કે, કુર્દિસ્તાનના લોકો તેમના ભવિષ્ય માટે બાંયધરીઓ અને વિકલ્પોની અપેક્ષાઓ રાખે છે. જૂન મહિનામાં ઈરાકના વડાપ્રધાન હૈદર અલ-અબદીએ બરઝાની દ્વારા કરવામાં આવેલા લોકમતના નિર્ણયને અસ્પષ્ટ ગણાવ્યો હતો. ૧૩ જૂનના રોજ અબદીએ કહ્યું હતું કે, “અમારી પાસે એક સંઘીય બંધારણ છે, જેના પર અમે મતદાન કયુર્ં છે, અમારી પાસે એક સંઘીય સંસદ અને એક સંઘીય સરકાર છે. આ સમયે નાગરિક લોકમતની જરૂરિયાત નથી.” ઈરાન દ્વારા પણ, આ એક પક્ષીય યોજનાનો વિરોધ કરવામાં આવ્યો છે. ઈરાકનું સંકલન અને સ્થિરતાને જાળવી રાખવા માટે ભારપૂર્વક જણાવવામાં આવ્યું છે કે કુર્દિસ્તાન પ્રદેશ એ મોટાભાગના આરબ રાજ્યોનો ભાગ છે.