૭૦ વર્ષ પહેલા અડધી રાતે આઝાદી મળી હતી. ત્યારે દેશ માટે એક નવા અને સોનેરી પ્રભાતનો ઉદય થયો હતો. આપણી આઝાદીના ચળવૈયાને કારણે આપણે છેલ્લા ૭૦ વર્ષમાં ભારે મોટી પ્રગતિ હાંસલ કરી છે. ઘણા બધા ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ અને સિદ્ધિ હાંસલ કરી છે. પરંતુ જો આપણે આજકાલ દેશમાં બની રહેલી ઘટનો પરત્વે નજર દોડાવીએ તો આપણને માલૂમ પડશે કે એક રાષ્ટ્ર તરીકે આપણે હજુ જાગવાનું બાકી છે. ૭૦ વર્ષનું આયુષ્ય થવું હોવા છતાં પણ આપણે એક રાષ્ટ્ર તરીકે હજુ પણ ઘણું બધું કરવાનું છે તેવો નિષ્કર્ષ સહેજે નીકળે. તાજેતરના અઠવાડિયામાં આપણે એ વાતના સાક્ષી બન્યા છીએ કે કેવી રીતે ભ્રષ્ટાચાર, કોમવાદ, જાતિવાદી અને રાજકારણના અપરાધીકરણે દેશમાં ભરડો લીધો છે. ગુજરાત રાજ્યસભાની ચૂંટણી રાજકીય ભ્રષ્ટાચારનુું જીવતું જાગતું ઉદાહરણ છે જેમાં શાસક પાર્ટી દ્વારા વિપક્ષના ધારાસભ્યો ખરીદવાની ઓફર થઈ. તેમ ઉપરાંત હરિયાણા ભાજપના અધ્યક્ષના પુત્ર એક આઈએસએસ અધિકારીની પુત્રીના પીછો કરતાં ઝડપાયા. નર્મદા બચાવ આંદોલનના પ્રણેતા મેઘા પાટકરની ભૂખ હડતાલની વચ્ચેથી તેમની ધરપકડ કરવામાં આવી. ભારતના નવા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આરએસએસની વિચારસરણીને વરેલા છે. ૯ ઓગસ્ટના રોજ હિન્દ છોડો ચળવળની ૭પમી જન્મજયંતીએ આપણે મહાત્મા ગાંધી અને બીજા સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનની યાદ અપાવે છે. આ બધા આઝાદીના ચળવૈયાઓના ત્યાગ, સમર્પણ અને બલિદાનને પ્રતાપે જ આપણને આઝાદી મળી હતી. એક ઐતિહાસિક તથ્ય એ પણ છે કે હિન્દુ મહાસભા, આરએસએસ અને બીજા સંગઠનોએ આઝાદીની ચળવળમાં ભાગ લેવાનો ધરાર ઈન્કાર કરી દીધો હતો. ૧૯૪૯ ના નવેમ્બરમાં બંધારણ સભાએ દેશને ઐતિહાસિક બંધારણની ભેટ આપી હતી. બંધારણના આમુખમાં મૂળભૂત અધિકારો સોંપવામાં આવેલા છે, ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ જેવા મૂળભૂત અધિકારો એનાયત કરવામાં આવ્યાં. બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરના દીર્ઘદ્રષ્ટિ ભરી નેતાગીરીને આ બધું શક્ય બન્યું હતું અને તેમને કારણે ભારતનો વિચાર જન્મ્યો હતો. હિન્દુ મહાસભા અને આરએસએસે આઝાદીની ચળવળમાં ભાગ લીધો નહોતો. હિન્દ છોડો ચળવળની ૭૫ મી જન્મજયંતિએ આપણે મહાત્મા ગાંધી અને બીજા સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનની યાદ અપાવે છે.આ પ્રસંગે લોકસભામાં કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ કહ્યું કે દેશમાં અંધકારની શક્તિઓ ઝડપથી ઉદય પામી રહી છે. પોતાના ભાષણમાં સોનિયાએ કહ્યું કે આપણે એ વાત ન ભૂલવી જોઈએ કે જે સમયે ભારત છોડો આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે એવા પણ વ્યક્તિઓ અને સંગઠનો હતા કે જેમણે તેનો વિરોધ કર્યો હતો. આની પર સંસદમાં વિરોધ થયો હતો પરંતુ તેને શમાવી દેવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે ભારત છોડો આંદોલનમાં કોંગ્રેસના ઘણા કાર્યકરોએ તેમના પ્રાણની આહૂતિ આપી હતી. દેશને આજે ભાન છે કે આરએસએસની વિચારધારા કદી પણ ભારતના બંધારણના અનુરૂપ રહી નથી. દેશમાં શિક્ષણનું સ્તર સતત ચિંતાનો વિષય બની રહ્યું છે. ઘણા બધા મુદ્દાઓ આ વાતની સાબિતી છે. જેમાં ભાજપા શાસિત રાજ્યો, શીખ, ખ્રિસ્તીઓ બીજી લઘુમતીઓ સંબંધિત માહિતીને બદલવામાં આવી રહી છે. દેશમાં આજે અભિવ્યક્તિની આઝાદી પર તરાપ મારવામાં આવી છે. મોટાભાગના મીડિયા જૂથો કોર્પોરેટ બની ચૂક્યા છે અને શાસકોની કઠપૂતળી બનીને કામ કરવા લાગ્યા છે. ભાજપા શાસિત રાજ્યોમાં ભ્રષ્ટાચાર અને કૌભાંડ પર ઢાંકપિછોડો કરવામાં આવે છે. તો ગેર ભાજપા શાસિત રાજ્યોમાં નજીવા મુદ્દાઓ લાઈમલાઈટમાં ચળકી રહે છે. શાસન તંત્રની વિરૂદ્ધમાં વિચારનાર અને બોલનારની પજવણી કરવામાં આવે છે અને ડરાવવા-ધમકાવવામાં આવે છે. લોકોને ખોટા કેસોમાં ફસાવી દેવામાં આવે છે.
બદલાની ભાવનાવાળી સરકારી એજન્સીઓ દ્વારા ખોટા કેસોમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે અને જેને કારણે જેઓ ઊભા થઈને બોલી શકે છે તેમને માટે જીવવું મુશ્કેલ બની રહ્યું છે. ૧૦ ઓગસ્ટના રોજ ભારતના ઉપરાષ્ટ્રપતિ પદના છેલ્લા દિવસે ડો.હામીદ અંસારીએ પણ તેમના વિદાય ભાષણમાં ભારપૂર્વક કહ્યું કે રાજ્યસભા બંધારણનું સર્જન છે જેમાં ભારતીય વિવિધતાનું પ્રતિબિંબ નજરે પડે છે. અંસારીએ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એસ.રાધાકૃષ્ણનના એક અવતરણને ટાંકતા એવું કહ્યું કે, જો સરકાર વિપક્ષને પોતાની નીતિઓની ખુલ્લા મને બોલતા કે તેની ટીકા-ટીપ્પણી કરતાં અટકાવે તો લોકશાહીનું પતન થવાની સંભાવના છે. આજે આ શબ્દો મહત્ત્વના છે. ભારતના ૭૦ વર્ષ થયા છે પરંતુ તે હજુ પણ કુંભકર્ણની નિંદરમાં છે. ભારતને જાગવાની જરૂર છે. આપણે, ભારતના લોકોએ, ઝડપી કામ કરવાની જરૂર છે જેથી કરીને એવું સુનિશ્ચિત થઈ શકે કે દેશ સાચા પાટે ચડી શકે. અને કવિવર રવિન્દ્રનાથ ટાગોરની ગીતાંજલિના શબ્દોમાં પ્રાર્થના કરીએ :
જ્યાં મન ભયમુક્ત હોય
અને મસ્તક ઊંચું કરીને જીવન હોય
જ્યાં જ્ઞાન મુક્ત હોય
જ્યાં વિશ્વ અખંડ હોય તેને વિભાજિત ન થયું હોય.
જ્યાં શબ્દો ફક્ત સત્યના ઊંડાણમાંથી બહાર આવતાં હોય
જ્યાં અવિરત પ્રયાસ સિદ્ધતાં તરફ દોરી જતો હોય
જ્યાં તર્કનો સ્વચ્છ પ્રવાહ મૃત ટેવના જંગલમાં ભટકી જતો ન હોય
જ્યાં પહેલાથી વ્યાપક બની રહેલા વિચાર અને કાર્ય દ્વારા મનનું સંચાલન કરવામાં આવતું હોય
આવા આઝાદીના સ્વર્ગમાં
મારા પિતા, ચાલા મારા દેશને જાગવા દો.
લે. ફાધર સેડ્રિક પ્રકાશ