(એજન્સી) નવી દિલ્હી, તા.ર૭
બિહારની રાજનીતિમાં આવેલ ભૂકંપ વચ્ચે નીતિશકુમાર દ્વારા મહાગઠબંધન તોડવા પર જેડીયુની કેરળ યુનિટે બીજેપી સાથે હાથ મિલાવવાના નિર્ણય પર વિરોધ કર્યો છે. આ મુદ્દે કેરળ યુનિટના જેડીયુથી બહાર આવવાનો નિર્ણય કર્યો છે. દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં પાર્ટીના રાજ્ય અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ એમ.પી.વિરેન્દ્રકુમારે આ વાતની પુષ્ટિ કરી હતી. આ નિર્ણયની ઘોષણા કરતાં તેમણે કહ્યું હું જેડીયુ સાંસદોથી આ નિર્ણય વિરૂદ્ધ ઊભા થવા કહી રહ્યો છું. હું શરદ યાદવને આ નિર્ણય વિરૂદ્ધ ઊભા થવા આહ્‌વાન કરું છું. આ મુદ્દે કેરળમાં પાર્ટી સચિવ જનરલ વર્ગીસ જ્યોર્જે પણ તેમના નિર્ણયનું સમર્થન કરતાં કહ્યું કે નીતિશકુમારે જે નિર્ણય લીધો છે તે કેરળ યુનિટને મંજૂર નથી. જો નેશનલ લેવલ પર મજબૂત પ્રતિરોધ છે તો અમે તેઓની પડખે ઊભા થઈશું. જો પ્રતિરોધ નથી તો અમારી પાસે બીજું અન્ય કોઈ વિકલ્પ હશે નહીં.