બાળપણથી આપણે એવું સાંભળતા આવ્યા છીએ કે દરિયામાં આવતાં ભરતી અને ઓટ માટે મહદ્‌અંશે ચંદ્ર જવાબદાર છે. એકમ અને પૂર્ણિમાની આસપાસ, સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એક જ રેખામાં ગોઠવાઈ જાય છે. ત્યારપછી ભરતીમાં વધારો થાય છે. કારણ કે સૂર્યનું ગુરૂત્વાકર્ષણ બળ ચંદ્રના ગુરૂત્વાકર્ષણ બળને બળવત્તર કરે છે.

ચંદ્રમાંથી ઉત્પન્ન થતું આવર્તન માનવીની લાગણી, ભાવના અને ઈચ્છાઓ જેવી માનસિકતામાં બદલાવ લાવે છે.

ચંદ્રપ્રકાશ અને વર્ષા એ કુરદતની એવી ભેટ છે જેનો દરેકની લાગણીઓ પર પ્રભાવ પડે છે. જ્યારે વરસાદ પડે છે ત્યારે ઘણાયના મનના મોરલા થનગનાટ કરવા માંડે  છે. ઘણાયને યાદ હશે કે બાળપણમાં સવારે શાળાએ જતી વખતે જો વરસાદ પડે તો શાળાએ ન જવા માટે મોટાભાગના બાળકો પોતાની મમ્મીઓ પાસે જાતજાતની દલીલો કરી હશે. પ્રસ્તુત તસવીર રંગુનના વરસાદી દિવસની છે. જેમાં લતાઓ પર ખીલેલ સુંદર સફેદ અને આછા ગુલાબી ફૂલોને જોઈને તેની આહલાદ્‌ક સુગંધને તસવ્વુરમાં માણવા જોઈએ.

આ પરિપ્રેક્ષ્યમાં જાણીતા શાયર ઈરફાન મુર્તુઝાની નઝમ “પુરાને ઘર કે મૌસમ” સાંભળવા જેવી છે. ખૂબ જ સરળ એવી આ કવિતામાં તેમણે યાદોને જે પ્રકારે ગૂંથી છે તે ચોકક્સપણે તમામ હૃદયના તાર  ઝણઝણાવી જશે અને યાદોની ગલીઓમાં તમને સાથે લઈ જશે.