Tasveer Today

રાઉન્ડ અપ રમઝાન

યૌમુલ જુમ્આ

પયગમ્બર હઝરત મુહમ્મદ સાહેબે (સ.અ.વ.) ફરમાવ્યું છે કે દિવસોમાં શ્રેષ્ઠ દિવસ જુમ્આનો દિવસ છે. આ દિવસે જ હ.આદમ (અ.સ.)ની પેદાઈશ થઈ હતી અને આદમ (અ.સ.) જન્નતમાં તશરીફ લાવ્યા હતા અને આ દિવસે જ તેમને જન્નતમાંથી બહાર કરી દુનિયામાં મોકલવામાં આવ્યા હતા અને કયામત પણ જુમ્આના  દિવસે જ આવશે (સંદર્ભ : અબુ-દાવુદ, અલ-નેસાઈ, અલ-તિરમીઝી)

ઉપરની હદીષમાં ઈસ્લામમાં શુક્રવાર એટલે કે જુમ્આનું મહત્ત્વ નિર્દિષ્ટ કર્યું છે. ઈસ્લામિક સપ્તાહમાં છઠ્ઠો દિવસ શુક્રવાર એટલે કે યૌમુલ જુમ્આ કહેવાય છે. જુમ્આનું મહત્ત્વ કુર્આન શરીફમાં પણ દર્શાવાયું છે કે જુમ્આએ અન્ય દિવસો કરતા શિરમોર છે. રહેમતોથી ભરપૂર અને સપ્તાહના અન્ય દિવસો કરતાં શ્રેષ્ઠતાનો દરજ્જો તેને અલ્લાહ સુબહાનવુ વ તઆલા પાસેથી પ્રાપ્ત છે ત્યારે રમઝાનમાં  જુમ્આના દિવસનું મહત્ત્વ અનેક ગણંુ વધી જાય છે. અહીં રમઝાન માસ દરમ્યાન જુમ્આની કેટલીક તસરવીરો પ્રસિદ્ધ કરી રહ્યા છીએ.

પ્રથમ તસવીર સઉદી અરેબિયાના પવિત્ર શહેર મક્કામાં રમઝાનના પવિત્ર માસના પ્રથમ જુમ્આએ મુખ્ય મસ્જિદમાં કાબાની ચારે તરફ ગોઠવાઈ નમાઝ અદા કરી રહેલા મુસ્લિમોની છે.

બીજી તસવીર જેરૂસલેમના અલ-અકસા મસ્જિદના પરિસરમાં જુમ્આના દિવસે નમાઝ અદા કરવા માટે પેલેસ્ટીની મુસ્લિમ અકીદતમંદો હાજર રહ્યા હતા ત્યારે આવો સુંદર નજારો સર્જાયો હતો.