(એજન્સી) મોસ્કો, તા.૨પ
સુદાનમાં રહેલા રશિયાના ૬૨ વર્ષીય રાજદૂતનો મૃતદેહ તેમના જ ઘરના સ્વિમિંગ પુલમાંથી મળી આવ્યો. ગુરૂવારે રશિયન વિદેશ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું કે, તેમનું મૃત્યુ હાર્ટ એટેકને કારણે થયું છે. પ્રવક્તા મારિયા ઝાખરોવાએ પત્રકારોને જણાવ્યું કે, “સ્થાનિક સમયાનુસાર, આ સમગ્ર ઘટના સાંજે ૬ કલાકે બની હતી. આ રશિયન રાજદૂતનું તેમના જ ઘરમાં હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું હોવાના પુરાવાઓ મળ્યા હતા. યુ.એન.ના રાજદૂત વિટલી ચુરકીન અને ભારતીય રાજદૂત એલેકઝેન્ડર કાદાકીન સહિત આજીવન પોતાની ફરજ પર રહીને મૃત્યુ પામનાર શિરીન્સ્કાય એ ચોથા રશિયન રાજદૂત છે. તુર્કી માટેના રાજદૂત, એન્ડ્રેઈ કારલોવને ડિસેમ્બર ૨૦૧૬માં હુમલાખોરો દ્વારા મારી નાખવામાં આવ્યા હતા. જો કે, રાજદૂત ભવનના કર્મચારીઓ દ્વારા તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી, પરંતુ તેમ છતાંય શિરીન્સ્કાયને બચાવી શકાયા નહીં. તેઓ ખૂબ જ સારા વ્યવસાયિક હતા. તેમણે તેમની આખી જીંદગી રાજનીતિને સમર્પિત કરી દીધી હતી. અમે તેમના પરિજનો અને તેમના ચાહકોને સાંત્વના આપી રહ્યા છે.”