સ્વતંત્રતા, લેખિત બંધારણ, સંસદીય પ્રથા અને કાયદાના શાસનના અનેક હેતુઓ અને ઉદ્દેશ્યો હોય છે. આમાંનો સૌથી અગ્રેસર હેતુ દેશના લોકોની સામાજિક અને આર્થિક પ્રગતિનો હોય છે. ૧૯૪૭માં દેશના પ્રશાસનની જવાબદારી જ્યારે સ્વીકારી ત્યારે ૮૩ ટકા લોકો નિરક્ષર હતા. જન્મ પર આયુષ્ય ૩૨ વર્ષનું હતું અને વર્તમાન ભાવે માથાદીઠ આવક રૂા.૨૪૭ અને વીજળીની માથદીઠ વપરાશ પ્રતિ વર્ષ ૧૬.૩ કિ.વોટ્‌સ હતી.
ત્યારબાદ ભારતે ૧૫ ઓગસ્ટ ૧૯૪૭થી ઘણી લાંબી મજલ કાપી છે. માત્ર અંધજનો અને ભક્તો જ એવી દલીલ કરશે કે છેલ્લા ૭૦ વર્ષમાં આપણે સંપૂર્ણપણે કઇ સિદ્ધ કર્યું નથી. તેઓ આ બાબતો સ્વીકારવા ઇનકાર કરે છે.
•જીવન આયુષ્ય ૬૮.૩૪ વર્ષ
•માથાદીઠ આવક વધીને પ્રતિ વર્ષ રૂા.૧૦૩૨૧૯ (ચાલુ ભાવે)
•સાક્ષરતા વધીને ૭૩ ટકા
•ગરીબીમાં જીવતા લોકોના પ્રમાણમાં ઘટાડો થઇને ૨૨ ટકા કરતાં ઓછો થયો
•અનાજમાં આત્મનિર્ભરતા અને દુષ્કાળ નિવારણ
•પ્લેગ, કાળાબજાર, શીતળા અને પોલિયો નાબૂદી
•અવકાશ અને અણુઊર્જા સહિત વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પ્રગતિ
ભારતના પ્રત્યેક રાજકીય પક્ષે વિકાસમાં ભૂમિકા ભજવી છે. કોંગ્રેસે કેન્દ્ર સરકારના વડા તરીકે લગભગ ૫૫ વર્ષ શાસન કર્યું હતું. બિનકોંગ્રેસી પક્ષોએ ૧૫ વર્ષ શાસન કર્યું હતું જેમાં ૯ વર્ષ માટે ભાજપના વડપણ હેઠળ કેન્દ્ર સરકારે શાસન કર્યું છે. ભારત સરકાર એટલે માત્ર કેન્દ્ર સરકરાર એવંુ નથી. રાજ્ય સરકારોની પણ સમાન જવાબદારી હોય છે. રાજ્ય સ્તરે પ્રશાસન અસમતોલ હોઇ વિકાસ પણ ઘણો અસમતોલ છે. ૩૧ માર્ચ ૨૦૧૭ના રોજ દિલ્હીમાં માથાદીઠ આવક રૂા.૨૪૯૦૦૪ અને ગોવામાં રૂા. ૨૪૨૭૪૫ અને બિહારમાં રૂા.૩૧૩૮૦ જોવા મળી છે. (૨૦૧૪-૧૫ના આધાર વર્ષ અનુસાર)
ભારતના સૌથી ગરીબ રાજ્યોમાં કોની સરકાર હતી. ૧૯૮૯થી ઉ.પ્ર.માં કોંગ્રેસ સત્તા પર નથી. ઓરિસ્સામાં ૨૦૦૦થી, પ.બંગાળામાં ૧૯૭૭થી અને બિહારમાં ૧૯૯૦થી કોંગ્રેસ સત્તા પર નથી. આથી તાજેતરના દાયકામાં નબળા પ્રશાસન બદલ કોંગ્રેસને ભાગ્યે જ દોષિત ઠરાવી શકાય. જ્યારે યુપીમાં ૧૯૯૭થી ૨૦૦૨ દરમિયાન ભાજપ સરકાર સત્તા પર હતી. ઓરિસ્સામાં ૨૦૦૦થી ૨૦૦૨ દરમિયાન ભાજપ સત્તા પર હતી. બિહારમાં પણ ૨૦૦૫થી ૨૦૧૪ દરમિયાન ભાજપ સત્તા પર હતી.
પાંચ નિર્દેશકો
ભારત જ્યારે હવે સ્વતંત્રતાના ૭૦ વર્ષ પૂરા કરી રહ્યું છે ત્યારે અર્થકારણની તંદુરસ્તી અને સ્વાસ્થ્ય ચેક કરવાનો સમય પાકી ગયો છે. હવે રોજગાર વિહીન વિકાસના વધુને વધુ પુરાવા પ્રાપ્ત થઇ રહ્યા છે. સેન્ટર ફોર મોનિટરીંગ ઓફ ઇન્ડિયન ઇકોનોમી (સીએમઆઇઇ) અનુસાર જાન્યુ. અને એપ્રિલ ૨૦૧૭ દરમિયાન અર્થતંત્રએ ૧૫ લાખ ઔપચારિક સેક્ટરમાં રોજગારો ગુમાવી દીધા હતા.
જીડીપી ગ્રોથ
૨૦૧૫-૧૬ના ચોથા ક્વાર્ટરથી ગ્રોસ વેલ્યુ એડિશનના ગ્રોથ રેટમાં ક્રમશઃ ઘટાડો થઇ રહ્યો છે અને એ જ રીતે જીડીપીના વૃદ્ધિદરમાં પણ તેના સપ્રમાણમાં ઘટાડો થઇ રહ્યો છે. ૨૦૧૫-૧૬ના ચોથા ક્વાર્ટરથી ૨૦૧૬-૧૭ના ચોથા ક્વાર્ટર સુધીના ૧૨ મહિનાના સમયગાળા દરમિયાન સતત ભાવે ક્રોસ્ડ ફિક્સ કેપિટલ ફોર્મેશન ૩૦.૮ ટકા હતી તે ઘટીને ૨૮.૫ ટકા થઇ ગઇ.
ક્રેડિટ ગ્રોથ
૨૦૧૬-૧૭નું વર્ષ ૮.૧૬ ટકાના ક્રેડિટ ગ્રોથ સાથે સમાપ્ત થયું હતું જે છેલ્લા ૧૦ વર્ષ દરમિયાન સરેરાશ વાર્ષિક ગ્રોથના ૫૦ ટકા કરતાં ઓછું હતું.
ઇન્ડસ્ટ્રીયલ ઔદ્યોગિક ઉત્પાદન
છેલ્લા ત્રણ વર્ષમાં ઔદ્યોગિક ઉત્પાદનનો આંક ખૂબ જ ધીમી ગતિએ જોવા મળ્યો છે જે મે, ૨૦૧૪માં ૧૧૧ હતો તે જૂન ૨૦૧૭માં માત્ર ૧૧૯.૬ થયો હતો. આ પાંચ માપદંડો કે નિર્દેશકો વડાપ્રધાન અને નાણાપ્રધાનના ડેશ બોર્ડ પર હોવા જોઇએ પરંતુ દેખિતી રીતે તે નથી. બંને અર્થતંત્ર સિવાય બધી ગગાનગામી વાતો કરે છે. તેમ છતાં સરકાર ૭૦ વર્ષના ભારતની ઉજવણી કરી રહી છે. તેમાં કોણ જોડાશે. પિરામિડના તળિયાના ૨૨ ટકા લોકો જોડાશે નહીં તેમાં ખેડૂતો, ઉત્પાદકો, કામદારો, કરજદારો, ધીરધારો, રોજગારવાંચ્છુ યુવાનો, મહિલાઓ, દલિતો અને લઘુમતીઓ જોડાશે નહીં. આનંદ વગરની આ ઉજવણી હશે.
— પી ચિદમ્બરમ (પૂર્વ કેન્દ્રીય મંત્રી)
(સૌ. : ઈન્ડિયન એક્સપ્રેસ)