(એજન્સી) તા.૪
વહાલા મુસ્લિમો,
કેમ છો બધા ? ઊભા રહો, તમે ન જણાવશો, હું જ વિચારીને કહું છું.
સૌથી પહેલા, તમે અચરજ પામી ગયા હશો કેમ કે મુસ્લિમ શબ્દોનો ઉપયોગ કર્યો છે. એમાંય સૌથી ખાસ એ કે ઇન્ડિયન શબ્દનો ઉપયોગ નથી કર્યો. હું જાણું છું. અમે તેને ફક્ત તમારા માટે બચાવી રાખ્યો છે : ઇન્ડિયન મુસ્લિમ.
આપણે નથી કહેતા કે ઇન્ડિયન ગુજરાતી, ઇન્ડિયન ખ્રિસ્તી કે ઇન્ડિયન પારસી. આપણને ઇન્ડિયન પટેલ જેવા શબ્દનો ઉપયોગ કરવાની પણ જરૂર નથી પડતી. ંતે બીજુ શું કહી શકે છે – ભલે તે ન્યૂજર્સીથી છે પરંતુ ભારતીય છે ?
કેટલાક લોકો, વાસ્તવિકતામાં ઘણા લોકો કહેશે, સારું છે, આપણે એટલા માટે કહીએ છીએ કેમ કે તેઓ પોતાનું વર્ણન કેવી રીતે કરે છે. ના તેઓ નથી કરતાં મેં ક્યારેય એવું નથી સાંભળ્યું હોય કે કોઇએ તેમને પોતાને ભારતીય મુસ્લિમ કહ્યાં હોય. તેઓ પોતાને કદાચ મુસ્લિમ કે પછી મેમણ તરીકે ઓળખાવે છે. પરંતુ ગત વખતે તમારામાંથી કોઈ (અન્ય નેતા) કોઇ પાર્ટીમાં આવે અને કહે કે કેમ છો બધા! હું ભારતીય મુસ્લિમ છું ? તમે ક્યારેય એવંુ નહીં સાંભળ્યું હોય. તો હવે તેને સ્વીકારો કારણ કે હવે તે આપણા પર દબાણ કરી રહ્યું છે. ચાલો તેને જવા દો. જો આપણામાંથી ઘણા ખરા એવા ભારતીય છે તો શું તેઓ પણ છે.
આમ પણ મુસ્લિમ, તમે આજકાલ શું કરો છો ? આ એક અણછાજતો પ્રશ્ન બની ગયો છે. હા તમે ખરેખર ખરાબ કરી રહ્યા છો. તેઓ તમને દેશમાં એક કચરા સમાન ગણવા લાગ્યા છે અને આ દેશમાં એકપણ વ્યક્તિ એવી નથી કે જે આ જોવા માટે તૈયાર હોય. અહીં તો બધા આંધળા, મૂર્ખ અથવા કટ્ટરપંથી બની ગયા છે. શું તમે બધા ડરો છો ? તમારે તમારી આજુબાજુની વધતી જતી ટીકાઓ પણ ધ્યાન આપવાની જરુર છે. મુસ્લિમો તરફ વધતી જતી લોકોમાં નફરત પર પણ ધ્યાન આપો. શું તમે ન્યૂઝ ચેનલ જુઓ છો ? કઇ ચેનલ જુઓ છો ? તેના પર મુસ્લિમો વિશે ચર્ચા અને સ્ટોરીઓ ચલાવાય છે તો તમે શું કરો છો ? તેઓ તમારા પર હુમલા કરતા જઇ રહ્યાં છે. હવે આ બધું જોવાનું મારા માટે તો અશક્ય થતું જઈ રહ્યું છે. હું તો આ લોકોને પાગલ ગણવા લાગ્યો છું. ઘણા લોકોએ હવે આવી પ્રવૃત્તિ બંધ કરી દીધી છે જેમ કે લોકો સાંજે ઘરે આવે છે. શાંતિથી બેસે છે અને ત્યારબાદ ટીવીનું રિમોટ હાથમાં લઇ જોવાનો પ્રયાસ કરે છે કે તેમની આજુબાજુની દુનિયામાં શું ચાલી રહ્યું છે? વાસ્તવિક સમયમાં જે રીતે મુસ્લિમોની પડતી આવી રહી છે તેનાથી તમારે વાકેફ થવાની જરુર છે. હું જાણું છું કે તમારો દેશ જ હવે તમારી વિરુદ્ધમાં જઈ રહ્યો છે એટલે તમારે સજાગ બનવાની જરુર છે.
એક દિવસ હું પોતાને અપમાનિત કે પક્ષપાતનો ભોગ બનેલી વ્યક્તિ તરીકે અનુભવવા લાગ્યો. હું ઓફિસેથી નીકળ્યો અને તે સમયે હું સાયકલ પર હતો. મેં મારી એક મહિલા કલીગને ગુડબાય કહ્યું. તે પણ મારી તરફ જોવા લાગી. તે સમયે કેટલાક લોકો ત્યાંથી પસાર થઈ રહ્યાં હતાં. તેઓ હુટિંગ કરવા લાગ્યા. આ અપમાનજનક લાગ્યું. હું વિચારવા લાગ્યો કે ક્યાં સુધી આવી રીતે અપમાનિત થઇને જીવવું પડશે. ભારતમાં મહિલા હોવું એ હવે ભયાનક થતું જઈ રહ્યું છે.
શું તમારી સાથે ક્યારેય આવું બન્યું છે ? શું તમે ક્યારેય આવા અપમાન કે પક્ષપાતનો ભોગ નથી બન્યા ? મને નથી લાગતું. તમે આવા અપમાન સાથે જીવન જીવવા લાગ્યા છો. હા ખરેખર અને આ તમારા માટે ઘાતક સાબિત થશે. હું એમ નથી કહેતો કે દરેક લોકો મુસ્લિમોને ઘૃણાની નજરે જુએ છે પરંતુ એવા દરેક પણ નથી કે તેઓ આવું ન કરતા હોય. મારા અને વાંચકો વિશે તમે સારી રીતે જાણો છો. તમે એવા લોકોને પસંદ કરશો જે તમારા વિશે સારું કહેશે પરંતુ જે તમારા વિશે ખરાબ બોલશે તમે તેનાથી નફરત કરવા લાગશો. પરંતુ તમે ન્યાયિક સંસ્થાઓ વિશે શું વિચારો છો તેના વિશે હું સમજી શકતો નથી. જ્યારે સુપ્રીમકોર્ટ લવ જેહાદ મામલે તપાસનો આદેશ આપે છે ત્યારે શું તમે સુરક્ષિત અનુભવો છો ? જ્યારે હાઈકોર્ટે વંદે માતરમનો મુદ્દો ઉઠાવ્યો ત્યારે શું તમે સુરક્ષિત અનુભવતા હતા ? આવા મુદ્દા મને હેરાન કરી મૂકે છે. તમને કંઈક ભારે લાગે છે કેમ કે કોઇ તમને નિશાને લેવા લાગે છે. શું હવે તમને એવા નિવેદનો સાંભળવા નથી મળતા કે જેમાં મુશ્કેલીઓ આતંકવાદીઓનો ઉલ્લેખ હોય. તમારી ઓફિસમાં, પાર્ટીમાં કે પછી જાહેર સ્થળોએ ? શું આવા શબ્દો બોલનારા લોકોના મોઢા પર એક મુક્કો મારી દેવાનું તમારું મન થતું નથી ? હવે સહન કરવાનું બંધ કરો ? અપમાનિત ન અનુભવશો. પક્ષપાતનો અંત લાવો. જ્યારે આપણા એક મહાન નેતા મુસ્લિમોને ભારતીયોથી અલગ તારવી દે છે એ પણ તેમના ધર્મ કે વિશ્વાસને આધારે તો શું તમે પોતાને ભારતીયોથી ઓછા ગણવા લાગો છો ? ખરેખર તો આ ખોટો પ્રશ્ન છે. આ સવાલ કંઇક એવો હોવો જોઇએ કે શું તમને આપણા બધા ભારતીયોમાંથી એકલા પડી ગયા છો અથવા દેશથી ? અથવા જે વ્યક્તિના આધારે જેણે આ શબ્દો કહ્યા ? મને આશા છે કે આ એક ફક્ત પત્ર છે. તમારા માટે નહીં પરંતુ હવે આ મારા માટે અસહનીય થઇ ગયું છે. મેં વિચાર્યુ કે તમારા માટે શું કરી શકાય પરંતુ ખરેખર વિચારવા જેવું છે કે તમારા માટે શું કરવું જોઇએ ?
(સૌ. : સિયાસત.કોમ)