શારીરિક બોજ ઊંચકવો એ ગરીબીના બોજને ઊંચકવા કરતા આસાન છે. દુઃખ, વ્યથા અને અસહ્ય જેવા શબ્દો માનસિક બોજ ઊંચકીને ફરવાની સરખામણીમાં ઘણા હળવા લાગે છે. અહીં આપેલી તસવીરો વિગત સાથે જોશો તો આ કરૂણ વાસ્તવિકતા સમજાઈ જશે.

પ્રથમ તસવીર આપણા કોલકાતાની છે જેમાં ધોમધખતા તડકામાં એક ફેરિયો ઠંડા પીણાની  બોટલો ઊંચકીને રેલવે સ્ટેશન પર વેચવા માટે પાટાઓ પાર કરી રહ્યો છે. દેખીતી રીતે જ તે તડકામાં ખૂબ તરસ્યો હશે અને ઠંડા પીણાની સૌથી વધુ જરૂર કદાચ તેને જ હશે પરંતુ પેટની આગ ઠારવા માટે તેણે આ પ્રકારની ‘ગરમી’ સહન કરવી પડે છે.

25બીજી તસવીર આપણા કાશ્મીરના ઉેનાળુ પાટનગર શ્રીનગરની છે જેમાં એક કાશ્મીરી મહિલા માટીના ઘડાઓ મોટા ટોપલામાં માથે ઊંચકીને બજારમાં વેચવા જઈ રહી છે. માથે આટલો બોજ વેંઢારવા છતાં અને ભારે મજૂરી કર્યા બાદ પણ તેના બે ટંકના છેડા ભેગા થતાં નથી. એટલે નાછૂટકે તે પોતાનું પેઢીઓ જૂનું આ પરંપરાગત કામ ત્યાગવા માગે છે.