રોસે ડેલનેય

“એશિયન ડેવલોપમેન્ટ બેંક (એ.ડી.બી.)” દ્વારા આયોજિત હાલના એક અભ્યાસ “બાંગ્લાદેશ : વસ્ત્રોની ઉપરાંત” એ બહાર પાડ્યું છે કે બાંગ્લાદેશમાં હકારાત્મક આર્થિક કાયાપલટ મોટેભાગે કામની જગ્યામાં વધતી મહિલાઓની હાજરીને કારણે છે. દેશમાં જ્યાંના તૈયાર વસ્ત્રોનું ક્ષેત્ર આશરે ૪ મિલિયન રાષ્ટ્રીય વ્યક્તિઓની નોકરીમાં પરિણમ્યું છે ત્યાં હવે નવી તકો ઊભી થઇ છે.

“રેડીમેડ ગાર્મેન્ટ્‌સ (આર.એમ.જી.) ક્ષેત્ર”નો મોટો ભાગ મહિલાઓ દ્વારા બન્યો છે, આ ઉદ્યોગમાંના મહિલા પ્રભુત્વને આર્થિક સ્વતંત્રતાના એક નવા રૂપને ધપાવતું કહી શકાય, ખાસ કરીને તેઓ જે કે મહિલાઓ એક પરંપરાગત સ્તરીકરણવાળા સમાજના કઠોર નિયંત્રણો હેઠળ રહેવા માટે ટેવાયેલી હોય.

પોતાના કુટુંબોને પૂરૂં પાડવા માટે આતુર અને દરિદ્રતાની ભારેખમ સાંકળમાંથી પોતાને મુક્ત કરવા માટે વધુ ગરીબીની પૃષ્ઠભૂમિ ધરાવતી મહિલાઓને આ આર્થિક “આઝાદી” લલચાવે છે.

તેમ છતાં ઘણા લોકો જલ્દી સમજી ગયા છે કે વસ્ત્ર ઉદ્યોગ વિવાદો અને નિરાશાઓ સાથે સમસ્યારૂપ છે. કામદારોના મૂળભૂત અધિકારોનું પાલન કરવાની નિષ્ફળતાએ ઘણી મહિલાઓને ખોટા વચનો તથા શોષણની ધમકીઓ સાથે બનાવાયેલા એક ઔદ્યોગિક રસ્તાને છોડી દેવા માટે દોરી છે. નોકરી મેળવવાની આ વિકટ બોલીમાં કામની કઠોર પરિસ્થિતિઓ તથા અનૌપચારિક નોકરીઓ માટે તેઓ પોતાને સ્વેચ્છાએ તૈયાર કરે છે એવી આશા સાથે કે એક દિવસ તેને નિર્ધારિત કરારનો લાભ મળશે. ઘણા લોકો પ્રશ્ન પૂછી શકે કે શા માટે બાંગ્લાદેશમાં કર્મચારીઓમાંની સંવેદનશીલ મહિલાઓનું શોષણ પ્રભાવિત રહે છે ? શું તે બેદરકારીનું પરિણામ છે ? શિક્ષણની સ્તરીકરણવાળી પ્રથાએ કામ કરતી મહિલાઓને શું નિષ્ફળ બનાવી છે ? દેશમાં તેઓની જાતિ  અને “દયાજનક” આર્થિક દરજ્જાને કારણે મુખ્યત્વે નકામી ગણાતી નિમ્ન વર્ગની મહિલાઓ “ઓછો પગાર મેળવતા શ્રમિકો”ના દરજ્જાથી ઉપર વાસ્તવિક રીતે શું વધી શકે ?

શું કોઇ ખરેખર માને કે બાંગ્લાદેશ  જેવા એક વિકાસશીલ દેશમાં ગરીબી-ત્રસ્ત મહિલાઓ અને છોકરીઓ તેઓની પોતાની પરિસ્થિતિઓ બદલાવી શકે અને પોતાના અધિકારમાં આર્થિક રીતે સમૃદ્ધ બની શકે ? શોષણ અને કોર્પોરેટ તૃષ્ણાના જોખમ તેઓના વ્યક્તિગત અને વ્યાવસાયિક વિકાસને શું અટકાવી શકશે ?

ફક્ત એક વાત નક્કી છે કે બાંગ્લાદેશની શોષિત મહિલા કારીગરોને ઉકેલોની સખત જરૂર છે. શું ત્યાં શોષણનો કોઇ અંત હશે ?

એ.ડી.બી.ના “લૂકિંગ બિયોન્ડ ગારમેન્ટ્‌સ”અભ્યાસે ભાર મૂક્યો છે કે શ્રમિક બળમાં મહિલાઓનો મજબૂત વિકાસ હોવા છતાં જાતિના ભેદભાવ ચાલુ રહ્યા છે. તારણોએ એવી સલાહ પણ આપી છે કે હાલના વર્ષોમાં જ્યારે નોકરીઓમાં એક વિશિષ્ટ વધારો થઇ રહ્યો છે ત્યારે તેઓએ શરૂઆતમાં જીવન બદલાવવાની કરેલી કલ્પનાઓમાં એક મોટી હતાશારૂપે શ્રમિકો પર અસર છોડી છે.

ઝડપી અને નિર્યાતલક્ષી વસ્ત્રોના ક્ષેત્રમાં અસુરક્ષિત કામની પરિસ્થિતિઓ, ઓછી આવક અને અનૌપચારિક બેરોજગારી ચાલુ રહેવાનું અટકી રહ્યું ન હોવાથી એ.ડી.બી.એ ઉત્પાદનની વિવિધતા માટે વિનંતિ કરી છે.

એ.ડી.બી. માને છે કે પુરૂષો પ્રભાવિત કૃષિ અને ઉત્પાદન ક્ષેત્રોમાં જો મહિલાઓની માંગ વધે તો વસ્ત્ર ઉદ્યોગમાંનું શોષણ નબળું પડી શકે.

આ રીતે મહિલાઓ કામની જગ્યાઓમાં ઉન્નત નોકરીની તકોનો લાભ લઇ શકે કે જે સારો પગાર અને સુરક્ષિત કામની પરિસ્થિતિઓ માટેના તેઓના મૂળભૂત અધિકારની કિંમત કરી શકે.

“પર્દા” અને જાતિ આધારિત હિંસા

જો કે મોટી સંખ્યામાં બંગલાદેશીઓ મહિલા કામદારોના નવા મોજાને સશક્તિકરણ માટેનું પાયાનું પગથિયું માને છે. ઘણી મહિલાઓ “પર્દા”ની અડચણો દ્વારા હજુ સુધી બંધાયેલી છે, આર્થિક “આઝાદી”માં તેઓને લાવી શકે છે તેમ છતાં ધાર્મિક અને સામાજિક પ્રથા તેઓની ગતિશીલતાને અટકાવે છે.

મહિલાઓને એકાંત સ્થિતિમાં અને જાહેર સ્થળોમાંથી તેઓને બાકાત રાખવા માટે કામ કરતા ધારાધોરણો અને નિયમોના એક બહોળા સેટને “પર્દા”ની વ્યાખ્યા આપી શકાય. ‘‘પર્દા”ની પ્રથા કામ કરવાની જગ્યાઓમાં પણ લિંગ આધારિત વિભાજનને આવશ્યક બનાવે છે.

ગ્રામીણ બાંગ્લાદેશના એક અભ્યાસે બહાર પાડ્યું હતું કે “પર્દા” રાખતી મહિલાઓ તેઓનો ૬૦% સમય ઘરેલું કામમાં ગાળે છે, જ્યારે પુરૂષો તેઓનો મોટાભાગનો સમય પાકની ખેતી અને પગારદાર શ્રમ માટે ગાળે છે. જ્યારે ખેતરોમાં મરચાં તથા બટેટા ઉપાડવા માટે પુરૂષ શ્રમિકોની વધુ માંગ હોય અથવા મુશ્કેલ સમય હોય તેવા સમયમાં જ મહિલાઓને કામ કરવાની મંજૂરી આપવામાં આવતી હોય છે.

દલીલ માટે બે બાજુઓ છે. એક બાજુ, ઘર બહારની રોજગારી મહિલાઓ માટે સ્વાયત્તતાના કેટલાક માપદંડોમાં હકારાત્મક ફાળો આપે છે. બીજી બાજુ, સમાજના બધા ક્ષેત્રો-કામની જગ્યામાં પણ જાતિ આધારિત હિંસા અને હેરાનગતિ દ્વારા ઉપદ્રવી દેશમાં શ્રમની દુનિયામાં મહિલાઓનો પ્રવેશ ઘણા જોખમો આપે છે.

પુરૂષત્વ માટે દેખીતી ધમકી

પુરૂષત્વ માટે મહિલાની દેખીતી ધમકી દ્વારા તે પોતે પોતાને એક વધુ પડકાર આપે છે. ઘરમાં “ખોરાક માટે એકમાત્ર” જવાબદાર હોવાના પુરૂષના દરજ્જાની પરંપરા મુજબ, બાંગ્લાદેશમાં મહિલાઓના આર્થિક દરજ્જાના થતા ઝડપી વિકાસથી ઘણા માણસો નિરાશ હોવાનું અનુભવે છે.

કેટલાક કેસોમાં પોતાની પત્નીઓ અથવા મહિલા સંબંધીઓ પરના આર્થિક આધારને કારણે બેકાર માણસો માનહાનિ અને સ્વ-નફરતની લાગણીઓ અનુભવતા હોવાથી ઘરેલુ હિંસાની શક્યતા વધે છે.

બાંગ્લાદેશમાં આંતરરાષ્ટ્રીય ધારાધોરણ મુજબ જાતિ આધારિત હિંસા અતિશય હોવાને કારણે આ મુદ્દો ખાસ કરીને અગત્યનો છે.

ઘણી મહિલાઓએ તેઓના કુટુંબોની આર્થિક જરૂરિયાત દ્વારા પ્રોત્સાહિત થઇને રોજગાર સુરક્ષિત કર્યો હોવા છતાં વર્ષો જૂની “પર્દા”ની પ્રથાના અવરોધો ચાલુ છે.

ઘણીવાર,આર્થિક સંઘર્ષના સમય દરમ્યાન મહિલાઓના આવકવાળા કામને એક કામચલાઉ માપદંડ તરીકે માનવામાં આવે છે, આવા સંજોગો હેઠળ પણ જેનો મૂળ વ્યવસાય તેણીના ઘરની સુરક્ષિત દિવાલોમાં છે તેવું માનનારાઓ મહિલાઓની રોજગારીને “અનિચ્છિત” તથા “અયોગ્ય” તરીકે બહોળા પ્રમાણમાં માને છે.

નિમ્ન વર્ગના વિસ્તારમાં, રોજમદાર તરીકે કામ કરવા માટે રોજ મુસાફરી કરતી ઘણી મહિલાઓને હજુ પણ બીજે ક્યાંય જવા માટે તેઓના પતિઓ અથવા પુરૂષ સંબંધી પાસેથી રજા લેવી જરૂરી હોય છે.

એક શહેરી ઝૂંપડપટ્ટી વસવાટમાં કરેલા તારણોમાં કહેવામાં આવ્યું હતું કે પોતાના રહેવાસી વિસ્તારની બહાર કામ કરતી મહિલાઓની ૬૦% મહિલાઓએ તેઓના કોઇ મિત્રની મુલાકાત માટે હજુ પણ લગ્નસાથીની રજા લેવી જરૂરી છે. તેઓના સંબંધીઓની મુલાકત વિશે પોતાનો નિર્ણય લેવા માટે તેઓ મુક્ત નથી તેવા દાવા કરતી ૨૦-૨૪ વર્ષ વચ્ચેની ઉંમરવાળી પરણિત મહિલાઓના ૪૪% મહિલાઓ સાથે આજે પણ બાંગ્લાદેશના ગ્રામીણ વિસ્તારોમાં નિયંત્રિત ગતિશીલતાનો પ્રશ્ન હજુ પણ નિરંકુશ છે.

શહેરી મહિલાઓ વધુ સ્વતંત્ર છે.

આથી જ ઘણા માણસોને બાંગ્લાદેશની મહિલાઓ માટે વિકસતા સ્વાયત્ત આર્થિકતંત્રનો ડર છે. શહેરી વિસ્તારોમાં, મહિલા સશક્તિકરણનો ઉત્સાહ એક મક્કમ દરે ફેલાઇ ચૂક્યો છે. પરંપરાગત ભૂતકાળને વળગી રહેવાના દબાણને સ્વીકારવા માટે મહિલાઓ હવે વધુ ઇચ્છા રાખતી નથી. હાલના એક સંશોધન અભ્યાસે શોધી કાઢ્યું છે કે ઘરની અંદર રહેતી મહિલાઓ કરતા ઘરની બહાર કામ કરતી મહિલાઓ પાસે ગતિશીલતા અને નિર્ણય લેવાની ક્ષમતાના શબ્દોમાં ઊંચા માપદંડો હતા.

શહેરી વિસ્તારમાં રોજગારીમાં મહિલાઓનો પ્રવેશ વધ્યો છે. રોજગારીની તકોનો એક વિશાળ ઠાઠ, મહિલા શ્રમબળમાં ભાગીદારીનો ઊંચો દર, શિક્ષણ મેળવવાની ક્ષમતામાં વધારો અને લગ્ન કરવા અને તે પછી બાળકો પેદા કરવામાં સક્રિય નિર્ણય લેવામાં પરિણમી છે.

ખરેખર, દેશમાં શિક્ષણના સ્તરો અતિશય વધી રહ્યા છે અને બાંગ્લાદેશમાં સશક્ત મહિલાઓની હવે પછીની પેઢીનું ભવિષ્ય ઉજળું ચમકે છે.

વધુમાં, વર્ષ ૨૦૧૧માં બાંગ્લાદેશમાં પ્રાથમિક અને માધ્યમિક નિશાળની લિંગ સમાનતાના “મિલેનિયમ ડેવલોપમેન્ટ ગોલ”સુધી સરળતાથી પહોંચી ગયું છે. પ્રાથમિક અને માધ્યમિક નિશાળોમાં દરેક ૧૦૦ છોકરાઓ સામે ૧૧૦ છોકરીઓની નોંધણી થઇ હતી, જેને વૈશ્વિક બેંકના અહેવાલે ચોક્કસ કર્યું હતું.

જ્યાં સુધી અદ્યતન શિક્ષણનું હકારાત્મક વલણ રાખવાનું અને બાંગ્લાદેશની સરકાર કામની જગ્યાએ મહિલાઓ માટેની પરિસ્થિતિઓને સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખશે ત્યાં સુધી બધી સામાજિક-આર્થિક પૃષ્ઠભૂમિઓમાંથી મહિલાઓને તેઓના અધિકારો વિષે વધુ માહિતી મેળવવા મંજૂરી મળશે.

અંતે, કામની જગ્યાએ લાયક ધરાવતું સન્માન, ઉપકાર નહિ રહે પણ એક ખાતરીપૂર્વકનો અધિકાર રહેશે.

પુરૂષ-પ્રભાવિત કામની દુનિયામાં રૂકાવટ કરતા અવરોધોને આપણે તોડી નાખવાનો અને મહિલાઓનો હકારાત્મક ફાળો બાંગ્લાદેશ ના અર્થતંત્રમાં ઉમેરો કરશે તેને ઓળખવાનો આ સમય છે.

એ.ડી.બી.નો “લૂકિંગ બિયોન્ડ ગારમેન્ટ્‌સ” અહેવાલ ચોક્કસ કરે છે “શ્રમ બળમાં મહિલા ભાગીદારી દર જો પુરૂષોની ભાગીદારીના દર જેટલો વધી જાય તો બાંગ્લાદેશના શ્રમ બળમાં ૪૩%નો વધારો થાય.”

મહિલા અગુવાઇવાળી સરકારની સમાનતા માટેની તરસ સાથે જોડાયેલા મહિલા સશક્તિકરણ માટેની વધેલી ઇચ્છા સાથે મોટાભાગની મહિલાઓ નિમ્ન પ્રકારની ઘરેલું ફરજો માટે મર્યાદિત નહિ રહે, તેને બદલે બાંગ્લાદેશના વિકસતા અર્થતંત્ર પાછળનું ચાલક બળ બની જશે. (સૌ.ઃ વાયર.ઇન)