અંકલેશ્વર, તા.ર૦
અંકલેશ્વર રેલવે સ્ટેશન પરથી આજરોજ ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારમાં વસવાટ કરતા યુ.પી.ના શ્રમિકોને લઈને વધુ એક ટ્રેન અલ્હાબાદ, લખનૌ થઇ સુલતાનપુર ખાતે રવાના થઈ હતી જેમાં ૧૪૦૩ શ્રમિકોને ટ્રેનમાં સોશિયલ ડીસ્ટન્સિંગનું પાલન થાય એ રીતે રવાના કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે અંકલેશ્વરના સરકારી અધિકારીઓ પોલીસ સ્ટાફ અને રેલવે પોલીસનો સ્ટાફ પણ હાજર રહ્યો હતો.