અંકલેશ્વર, તા.૧૩

અંકલેશ્વર અને હાસોટ ને જોડતા મુખ્ય માર્ગ ઉપર એશિયાડ નગર વિસ્તાર પાસે ફોરવિલ ગાડી ના ડ્રાઈવરે સ્ટિયરિંગ ઉપરથી કાબૂ ગુમાવતા પાંચ જેટલી બાઇકને અડફેટમાં લીધી હતી. બેકાબુ બનેલી કારને પગલે વાહનચાલકો અને રાહદારીઓમાં દોડધામ મચી ગઇ હતી. અકસ્માતમાં કાર તથા બાઇકોને નુકશાન થવા પામ્યું હતું. બાઇક સવારો તેમજ કાર ચાલકને ઇજા થતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. બનાવની જાણ થતાં  અંકલેશ્વર શહેર પોલીસ ઘટના સ્થળ પર આવી તપાસનો દોર શરૂ કર્યો હતો. કાર અને બાઇક વચ્ચેની ટકકર એટલી ભયાનક હતી કે આસપાસની સોસાયટીના રહીશો પણ દોડી આવ્યાં હતાં. કાર ચાલકે કયાં કારણોસર સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવ્યો તે હજી સુધી જાણી શકાયું નથી.