અંકલેશ્વર, તા.૨૬
અંકલેશ્વર તાલુકામાં એક જ દિવસમાં ત્રણ કોરોના સંક્રમિત દર્દીઓ નોંધાયા હતા , અને ત્રણેયને સારવાર હેઠળ કોવિડ-૧૯ જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.
અંકલેશ્વર તાલુકામાં પણ કોરોના વાયરસ નો ફેલાવો હવે શરૂ થયો છે, અને તારીખ ૨૬મી શુક્રવારનાં રોજ વધુ ત્રણ કેસ નોંધાયા હતા, જેમાં સજોદ ગામની ૬૮ વર્ષીય મહિલા દોલતબા પરમાર, ગડખોલ ગામની પાશ્વનાથ સોસાયટીમાં રહેતા ૪૯ વર્ષીય મિનેષ શાહ તેમજ શાંતિનગર-૨માં રહેતી ૪૪ વર્ષીય મહિલા જાનુબેન દેવીપૂજકનાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા, જેમને સારવાર હેઠળ કોવિડ-૧૯ જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અંકલેશ્વર તાલુકા આરોગ્ય વિભાગ અને ત્રણેય ગામની ગ્રામ પંચાયત દ્વારા આ વિસ્તારમાં પાવડર અને સૅનેટાઇઝરનો છંટકાવ કરી વિસ્તારને કન્ટેનમેન્ટ કરવાની કામગીરી હાથ ધરી છે, ભરૂચ જિલ્લામાં શુક્રવારના રોજ રેકોર્ડ બ્રેક કોરોનાના ૧૬ પોઝિટિવ કેસ નોંધાતા ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવની સંખ્યા ૧૯૫ પર પહોંચી છે .

અંકલેશ્વરમાં ૫૮ વર્ષીય મહિલા એ
કોવિડ હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

અંકલેશ્વર નાં જુના દિવા ગામ નાં કુંવારી ફળિયામાં રહેતી રહેતી ૫૮ વર્ષીય ભારતીબેન જગદીશભાઈ પટેલ નો કોરોના વાયરસ નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો , તેમને સારવાર અર્થે તારીખ ૧૮મી નાં રોજ કોવિડ – ૧૯ જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ભારતીબેન નાં સ્વાસ્થ્ય માં ૮ દિવસની સારવાર બાદ પણ કોઈ સુધારો ન થતા તેમને તારીખ ૨૬મી એ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધો હતો.