અંકલેશ્વર, તા.૧૪
અંકલેશ્વર તાલુકાના દઢાલ મુકામે સર્વરોગ મફત આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન આફ્રિન ફાઉન્ડેશન તથા આધાર ફાયનાન્સ લિ.ના સહયોગ થઈ યોજાવામાં આવ્યો હતો. જેમાં શહેરના નામાંકિત અને રોગોના નિષ્ણાંત ડૉ.અઝરૂદ્દીન ટોપિયા, ડૉ. શના ખાતૂન ટોપિયા, ડૉ. શબીના ખૈરા, ડૉ. ખુશ્બુ ગોહિલ, ડૉ. અનીલ પાટીલ, ડૉ. ચેતન શર્મા પેથોલોજિસ્ટ વગેરેએ દર્દીઓને તપાસી નિદાન કર્યું હતું. ઉપરોક્ત કેમ્પમાં ૬૭ જેટલા કેસોમાં મફત તપાસ કરી નિદાન કરાયું હતું. ઉપરોક્ત કેમ્પમાં દઢાલ સ્થિત અંજુમને ઇસ્લામ સંચાલિત અહમદ પટેલ કૉમ્યુનિટી હોલમાં નામાંકિત તબીબોએ સેવા બજાવી હતી. આ કેમ્પનું આયોજન એસ.પી. સેવા સંસ્થાન રાજેસ્થાન તથા આફ્રિન ફાઉન્ડેશન દિલ્હી/ગુજરાત દ્વારા કરીને ગરીબ તથા જરૂરતમંદ દર્દીઓના રોગોની તપાસ કરાઇ હતી. આ પ્રસંગે આફ્રિન ફાઉન્ડેશનના પ્રમુખ કરાર હુશેન સિદ્દીકી, શહેનાઝ સિદ્દીકી, ફારૂકભાઈ શેખ, જીગર વેષ્ણવ, જ્યોતિ વૈષ્ણવ, એસ.ડી.પટેલ, જુબર નાનાબાવા, યુસુફ સરીગત, મહંમદભાઈ ભૂર્યા પટોડી, અસલમ હાંટિયા, મુસાભાઈ સરીગત, મહંમદઅલી સરીગત સહિતનાઓએ સેવા બજાવી કેમ્પને સફળ બનાવ્યો હતો.