અંકલેશ્વર, તા.૧૦
અંકલેશ્વર તાલુકાના નવાગામ કરારવેલ ગામે ગામના મદ્રેસા ટ્રસ્ટ દ્વારા બનાવેલ ૬૦ વર્ષ જૂની પાણીની ટાંકી જર્જરિત થતા મદ્રેસા ટ્રસ્ટ દ્વારા સુરક્ષિત રીતે તોડી પાડવામાં આવી હતી અને નવી ટાંકીના નિર્માણ માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ અંકલેશ્વરના નવાગામ કરારવેલ ગામની મદ્રેસા ટ્રસ્ટ દ્વારા વર્ષો અગાઉ ગામમાં પાણી પહોંચાડવા માટે પાણીની ટાંકી બનાવવામાં આવી હતી. જો કે ૬૦ વર્ષ જૂની ટાંકી જર્જરિત બનતા કોઈ હોનારત ન સર્જાય તે માટે મદ્રેસા ટ્રસ્ટ દ્વારા સુરક્ષિત રીતે તોડી પાડવામાં આવી હતી. જો કે ગ્રામપંચાયત પાસે પાણીની ટાંકી હોવાથી ગામમાં પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને મદ્રેસા ટ્રસ્ટ દ્વારા નવી ટાંકીના નિર્માણ માટેની તૈયારીઓ આરંભી છે.