અંકલેશ્વર, તા.૫
અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામની હદ આવેલ સુપર માર્કેટમાં સર્વે નંબર ૧૯૨ની જગ્યાના કોમન પ્લોટમાં ગેરકાયદેસર કરવામાં આવેલ દબાણને ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા દૂર કરવામાં આવ્યું હતું . પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરથી પાનોલી તરફ જતા નેશનલ હાઇવે નંબર ૪૮ની બાજુમાં આવેલ સુપર માર્કેટમાં અંકલેશ્વરના ભડકોદ્રા ગામની સર્વે નંબર ૧૯૨માં કોમન પ્લોટમાં નજમુદ્દીનખાન દ્વારા ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું અને જે અંગેની ફરિયાદ સ્થાનિક અતાઉલ હસમત અન્સારીએ ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ સહીતના સંબંધિત અધિકારીને કરી હતી જેને ધ્યાને લઇ ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા જેસીબી મશીન વડે દબાણ દૂર કર્યું હતું આ કામગીરી દરમ્યાન ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ કચેરીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.