અંકલેશ્વર, તા.૧૬
અંકલેશ્વરના મુલ્લાવાડ બજારમાં લોટની ઘંટીમાં લોટ લેવા આવેલા યુવાને ગલ્લામાંથી પૈસા કાઢતા ઘંટીના માલિકે ઝડપી પાડી શહેર પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરની મુલ્લાવાડ બજારમાં આવેલ અ. કાદીર ઘંટીવાલાની લોટની ઘંટીમાં બે દિવસથી એક યુવાન લોટ લેવાના બહાને રેકી કરતો હતો. આજે ફરી આ યુવાન લોટ લેવા ઘંટીએ આવ્યો હતો. દરમ્યાન ઘંટીના માલિક ગલ્લા પાસેથી ઊભા થઇ લોટ દળવાની ચક્કી પાસે જતા યુવાને આ તકનો લાભ લઇ ગલ્લામાં રહેલા પૈસા કાઢવા જતા ઘંટીના માલિકની નજર પડતા બૂમાબૂમ કરી યુવાનને પકડી પાડ્યો હતો તેમજ આજુબાજુના લોકો પણ આવી પહોંચી યુવાનને શહેર પોલીસના હવાલે કર્યો હતો.