(સંવાદદતા દ્વારા)
અંકલેશ્વર,તા.૨૫
અંકલેશ્વર તાલુકાના સજોદ ગામે આવેલી લાડુશા પીરની વક્ફ બોર્ડની જમીન બારોબાર વેચાણ કરી દેવા મુદ્દે બોર્ડ દ્વારા જમીન ફેરફાર નોંધ રદ કરી સંસ્થાના નામે પ્રસ્થાપિત કરવા હુકમ કરાયો છે. સજોદ ગામે આવેલ સર્વે નં. ૩૦૧, ૪૫૪ અને ૫૭૨ લાડુશા પીરની ખેતીની જમીન છે. જે પૈકી સર્વે નં. ૩૦૧ની જમીન હરિપુરા ગામના લોકોના પુરર્વસન માટે સંપાદિત કરાતા સર્વે નં ૪૫૪ અને ૫૭૨ની જમીન લાડુશા પીરના વહીવટકર્તાઓ દ્વારા બીબી કાલુશાની દિકરી ગુજરી જવાથી તેનુ નામ કમી કરીને તા. ૩૧/૦૩/૮૭ નાં ફેરફાર નોંધ નં. ૭૩૬૦થી કાસમશા અમીએશાનું નામ દાખલ કરાયુ હતુ જે બાદ તા.૧૧/૧૨/૯૫ ના રોજ કાસમશાએ સર્વે નં.૫૭૨ની જમીન અંકલેશ્વરના રહીશ મજુબેન જેરામભાઇ આહીરે રૂપિયા ૫૧ હજારમાં વેચાણ દસ્તાવેજ તરીકે તા. ૧/૬/૯૫ ના ફેરફાર નોંધ નંં. ૯૦૬૪થી પ્રમાણિત કરી છે.
જ્યારે ફેરફાર નોંધ નં. ૯૧૩૪થી તા. ૫/૭/૯૬નાં રોજ સર્વે નં.૪૫૪ની જમીનમાં કાસમશા તા.૨/૬/૯૬ના રોજ ગુજરી જતા વારસદાર તરીકે હસીનાબીબી કાસમ્શા, મેહ્‌બૂબ કાસમશા અને યાસીન કાસમશાના નામો દાખલ કતાયા હતા ત્યારબાદ તા.૨૮/૧૨/૨૦૦૧ના રોજ નોંધ નં. ૯૭૦થી આ વારસદારોએ મનસુખ મેરામણભાઇ સોલંંકીને રૂા.૪૯,૯૯૯ તા.૫/૧૨/૨૦૦૧ના રોજ વેચાણ દસ્તાવેજથી આપી હતી અને મનસુખ સોલંકીએ આ જમીન તા.૨૩/૩/૨૦૧૦થી મનસુખ સેજલીયા નામના વ્યક્તિને વેચાણ દસ્તાવેજથી આપી હતી આ તમામ ફેરફાર નોંધ તા.૨૬/૩/૨૦૧૨ના રોજ વેચાણે લીધા બાદ જિલ્લા વિકાસ અધિકારીએ હુકમ નંં. જા.પં./મમ/ભુમી/એનએ/૧૫૮૧૦/૧૧ તા.૨૦/૦૫/૨૦૧૧થી જમીનનો બિનખેતીનો હુકમ કર્યો હતો.
આમ લાડુશા પીરની આજગ્યા વક્ફ બોર્ડની માલિકીની હોવા છતા તેની પરવાનગી વગર જ વેચી દેવાનો કારસો રચાયો હતો. જે અંગે એક જાગૃત નાગરિકે વક્ફ બોર્ડ – જિલ્લા કલેક્ટર ભરૂચને તપાસ કરીને હકીકતનો એહવાલ મોકલવા જણાવ્યુ હતુ. જે અંગે તપાસ કર્યા બાદ તા. ૨૦/૩/૨૦૧૮ના રોજ અંકલેશ્વર એસડીએમ દ્વારા જિલ્લા કલેકટરને એહવાલ મોકલાયો હતો. જેમાં આ જમીન બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ- ૧૯૫૦ હેઠળ બી-૫૧૪ ભરૂચથી તા. ૪/૫/૧૯૫૪ થી વક્ફમાં નોંધાયેલી હોવાનું જાણવા મળતા તમામ ફેરફાર નોંધ રદ કરી, જમીન વક્ફમાં પ્રસ્થાપિત કરવાનો હુકમ કરાયો છે. આહુઅકમને પગલે ફેરફાર નોંધ કરનાર અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે. હવે કેટલા સમયમાં આફેરફાર નોંધ રદ થાય છે એ જોવુંં રહ્યુ.