અંકલેશ્વર, તા.૧૮
અંકલેશ્વરની કોવિડ ૧૯ જયાબેન મોદી હોસ્પિટલને ઝઘડિયાની વર્ધમાન એક્રેલીક કંપની અને અંકલેશ્વર ની હેકસ એમ્પ્લોઇઝ એન્ડ ક્રેડિટ કન્ઝયુમર સોસાયટી લિમિટેડ દ્વારા રૂપિયા ૧૪.૫૦ લાખના એમ્બ્યુલન્સ અને વેન્ટિલેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું. જયાબેન મોદી હોસ્પિટલને ઝઘડિયા જીઆઇડીસી ની વર્ધમાન એક્રેલીક કંપની દ્વારા રૂપિયા ૮ લાખના ખર્ચે એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવી હતી.
તો બીજી તરફ અંકલેશ્વર જીઆઇડીસીની હેકસ એમ્પ્લોઇઝ એન્ડ ક્રેડિટ કન્ઝયુમર સોસાયટી દ્વારા રૂપિયા ૬ લાખ ૫૦ હજારના ખર્ચે વેન્ટીલેટર અર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હોસ્પિટલના ટ્રસ્ટી કમલેશ ઉદાણી સહિત હોસ્પિટલ મેનેજમેન્ટ સ્ટાફ અને વર્ધમાન કંપનીના યુનિટ હેડ કે.વી. પટેલ, એચ આર, જીગ્નેશ પરમાર તથા મેનજમેન્ટ ટિમ અને હેકસ એમલોઇઝ એન્ડ ક્રેડિટ કન્ઝયુમર સોસાયટી લિમિટેડમાંથી પી.એમ ગોસાવી, અને ભરત પટેલ ખાસ ઉપસ્થિત રહયા હતા.