અંકલેશ્વર, તા.ર૯
અંકલેશ્વરની પટેલ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ અને આઇસીયુ દ્વારા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે તાલુકા અંદાડા ગામ ખાતે વિનામૂલ્યે ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં હોસ્પિટલનાં નિષ્ણાંત ડોકટર ટીમે સેવા આપી હતી. આ કેમ્પમાં જરૂરિયાતમંદ દર્દીઓએ બહોળા પ્રમાણમાં નિઃશુલ્ક કેમ્પનો લાભ લીધો હતો. તેમજ આ કેમ્પમાં જરૂરિયાતમંદ દર્દીઓને નિષ્ણાંત દ્વારા વિનામૂલ્યે દવાનું વિતરણ પણ કરવામાં આવ્યુ હતું.
આ કેમ્પને સફળ બનાવવા માટે ડૉ.વસીમ મેમન, ડૉ.અનુપ પાટીદાર, ડૉ.અજય,ડૉ.અનસ શેખ, ડૉ.જે.જે. લખાણી સહિતનાં ડોકટરે વિના મૂલ્યે કેમ્પમાં સેવા આપી હતી. તેમજ અંદાડાનાં સરપંચ તેમજ પ્રાથમિક આરોગ્ય શાળાનાં આચાર્ય અને નર્સિંગ સ્ટાફ દ્વારા કેમ્પને સફળ બનાવવા માટેની જહેમત ઉઠાવવામાં આવી હતી.