સૌથી વધારે ભીડભાડવાળા વિસ્તારમાં કરોડોની લૂંટના બનાવે કાયદો-વ્યવસ્થા સામે ઊભા કર્યા પ્રશ્નો !
માત્ર ૧૨ મિનિટમાં લૂંટ ચલાવી ચાર લુટારૂઓ કારમાં બેસી ફરાર
અંકલેશ્વર, તા.૯
અંકલેશ્વર ત્રણ રસ્તા સર્કલ પાસે માર્કેટ યાર્ડ નજીક આશિષ કોમ્પ્લેક્સ ફર્સ્ટ ફ્લોર પર ઇન્ડિયન ઇન્ફોલાઈન ફાઇનાન્સની બ્રાન્ચમાં બનેલી આશરે ૩.૩૦ કરોડના સોનાની લૂંટથી સનસનાટી મચી જવા પામી છે.
લુટારૂઓ બ્રાન્ચ ખૂલે તેની રાહમાં સ્વિફ્ટ કારમાં પહેલેથી જ તૈયાર બેઠા હતા, શહેરના સૌથી ભીડભાડવાળા વિસ્તારમાં ધોળે દહાડે કરોડોની લૂંટથી જિલ્લાનું પોલીસ તંત્ર દોડતું થયું હતું.
સવારે ૯.૨૦ કલાકે બ્રાન્ચ ખૂલતા પહેલા એક, બાદમાં ૨ અને પાછળ એક લુટારૂ બ્રાન્ચમાં સ્ટાફ પાછળ ઘૂસ્યો હતા. ધોળા દિવસે સૌથી મોટી કરોડોના ગોલ્ડ (સોનાની) લૂંટની ઘટનાને અંકલેશ્વરના ભરચક એરિયામાં ૪ લુટારૂઓએ ગન પોઈન્ટ ઇન્ડિયન ઇન્ફોલાઇન ફાઇનાન્સની બ્રાન્ચમાં અંજામ આપતા સમગ્ર જિલ્લા
નું પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું.
અંકલેશ્વરના ત્રણ રસ્તા સર્કલ નજીક માર્કેટયાર્ડ પાસે આશિષ કોમ્પ્લેક્સના પહેલા માળે ૈૈંંહ્લન્ ઇન્ડિયન ઇન્ફોલાઇન ફાઇનાન્સની સોના પર ધિરાણ કરતી બ્રાન્ચ આવેલી છે.
નિયત સમય મુજબ આજે સવારે ૯.૧૦ કલાકે કર્મચારીઓ આવવાના શરૂ થતાં ૯.૧૭ કલાકે સિક્યોરિટી ગાર્ડે બ્રાન્ચના આગળના ૨ દરવાજાના તાળા ખોલ્યા હતા. સ્ટાફ સાથે પહેલેથી જ સ્વિફ્ટ કારમાં નીચે લૂંટના ઇરાદે બેસેલા લુટારૂ પૈકી એક મરાઠી બોલતો યુવાન બ્લૂ ટોપી, ગોગલ્સ અને મોઢા પર રૂમાલ સાથે અંદર ઘૂસ્યો હતો. પાછળથી બીજા બે લુટારૂ બ્લૂ શર્ટ અને કેપ પહેરી એક ખભે કોલેજ બેગ ભેરવી બ્રાન્ચમાં મહિલા કર્મી પાછળ આવ્યા હતા. છેલ્લે ચોથો લુટારૂ બેગ સાથે મહિલા કર્મીને ગન પોઇન્ટ પર અંદર ઘૂસી ગયો હતો.
અંદર રહેલા ૫ જેટલા સ્ટાફને ગન પોઇન્ટ પર બંધક બનાવી માત્ર ૧૨ મિનિટ કરતાં ઓછા સમય ગાળામાં સેફ ગાર્ડમાં રહેલા ? ૨થી ૩ કરોડના લોકોએ ગીરવે મૂકેલા સોનાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.
ભરૂચ પોલીસને ઘટનાની જાણ કરતા અંકલેશ્વર સિટી, જીઆઇડીસી, લોકલ ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે જિલ્લા પોલીસ કરોડોના ગોલ્ડની લૂંટથી દોડતી થઈ ગઈ હતી. અંકલેશ્વર ખાતે પોલીસ કાફલો ઉમટી પડી ઝ્રઝ્ર્ફના આધારે લુટારૂઓનાં ભાળ મેળવવાની કવાયત હાથ ધરાઈ છે.
લુટારૂ પ્રિ-પ્લાન લૂંટને અંજામ આપવા પહેલેથી જ તૈયારી કરી આવ્યા હતા. તેઓએ બ્રાન્ચની રેકી કરી હતી. જેમાં બ્રાન્ચ કેટલા વાગે ખૂલે છે, કેટલા કર્મીઓ ફરજ બજાવે છે સહિતની વિગતોથી તેઓ વાકેફ હતા. બ્રાન્ચ ખૂલતા પેહલા જ કારમાં નીચે ગોઠવાઈ ગયા હતા. કર્મચારીઓની પાછળ એક બાદ એક ૪ લુટારૂઓએ ઘૂસી સેફલોકર ખોલાવવા પહેલો સેફ દરવાજાનો સિક્યોરન્સ કોલ કરાવ્યો હતો. જેનો કોડ ફોન પર ઓટીપી આવી જતા પહેલો દરવાજો ખૂલ્યા બાદ બીજો સળિયા (ગ્રીલ)નો દરવાજો તેમજ છેલ્લે સેફ લોકરનો ૨ ચાવી વડે ખૂલતો સેફલોકરનો દરવાજો ગન પોઇન્ટ પર ખોલાવી અંદર રહેલું બધું સોનુ કોલેજ બેગોમાં ભરી લૂંટ ચલાવી હતી.
Recent Comments