(સંવાદદાતા દ્વારા)
અંકલેશ્વર, તા.૧૯
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી હીમાની ઇન્ડસ્ટ્રીઝમાં અચાનક થયેલા વિસ્ફોટ કામદારોનો જીવતો લીધો જ સાથે પ્રદૂષણને પણ ગંભીર રીતે નુકસાન પહોંચાડ્યું હતું. જોકે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે પોતાની ફરજના દાયરામાં રહીને કંપનીને પ્રદૂષણ ફેલાવવા બદલ રૂપિયા એક કરોડનો દંડ ફટકારીને સંતોષ માન્યો છે. હીમાની ઇન્ડસ્ટ્રીઝમાં થયેલા વિસ્ફોટના પગલે પ્રદૂષણને જે નુકસાન થયું છે એતો ભરપાઈ કદાચ એક કરોડ રૂપિયા સુધી રકમમાં થઈ શકે એમ નથી. પરંતુ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ ભૂકંપ અને આદેશના પગલે ચાલતા તેમજ કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના નિર્દેશાનુસાર ચાલતા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ગાંધીનગર વડી કચેરી દ્વારા હીમાની ઇન્ડસ્ટ્રીઝ રૂપિયા એક કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે.
જોકે એક વાત લોકોની ચર્ચામાં હજુ પણ છવાયેલી છે કે આટલા ગંભીર અકસ્માત બાળપણ હીમાની ઇન્ડસ્ટ્રીઝના સંચાલકો વિરુદ્ધ કાયદેસરના પગલાં કે પોલીસ ફરિયાદ જેવી કાર્યવાહી કેમ નથી કરાઈ રહી? ફેક્ટરી ઇન્સ્પેક્ટર આમ તો છેલ્લા ત્રણ દિવસથી અંકલેશ્વરમાં ધામા નાખીને બેઠા છે રિજિયોનલ હેડ બામણીયા પણ અંકલેશ્વરની હીમાની ઇન્ડસ્ટ્રીઝ ની મુલાકાત લઇ ગયા છે તો પછી હજુ સુધી પણ નેગ્લેજન્સી અંતર્ગત ફરિયાદ નથી નોંધાઈ એ હકીકત છે.
કોઈપણ ઔદ્યોગિક અકસ્માત થાય એટલે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના હુકમો અને નિર્દેશો અનુસાર ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કરોડો રૂપિયા ઉઘરાવવામાં તો આવે છે પરંતુ એનો હિસાબ કોઈ જ હોતો નથી એ હકીકત છે. ત્યારે હવે આ એક કરોડ રૂપિયા ક્યાં વપરાશે એ પણ એક મોટો પ્રશ્ન છે. જ્યારે કે જરૂરી છે કે અકસ્માતના ઔદ્યોગિક વિસ્તારમાં પર્યાવરણની સુધારણા માટે અને અકસ્માતમાં મૃત્યુ પામનાર કામદારો અને ઘવાયેલા કામદારો માટે આ નાણાં વપરાય એવી લોકોમાં પણ માંગ ઉઠી છે.