અંકલેશ્વર, તા.૧૯
અંકલેશ્વરના પીરામણ ગામ પાસેના હેપ્પી નગરમાં મહારાષ્ટ્રના પુનાથી આવેલ માતા અને ૧૩ વર્ષના પુત્રનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા કોવિદ જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
અંકલેશ્વરના પીરામણ ગામના હેપ્પી નગરમાં ગત ૧૭ મેના રોજ ૪૦ વર્ષીય શાહિદ ખાતુન અબ્દુલ હુશેન ચૌધરી તેમનો ૧૨ વર્ષીય પુત્ર ઇરામ અબ્દુલ હુશેન ચૌધરી આવ્યા હતા તેઓને અંકલેશ્વર આરોગ્ય વિભાગ દ્વારા હોમ ક્વોરનટાઇન કરી સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા માતા-પુત્રને કોવિદ જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ સાથે અંકલેશ્વરમાં કોરોનાએ ખાતું ખોલાવ્યું છે. જ્યારે ભરૂચ તાલુકામાંથી પણ બે વ્યક્તિઓના પોઝિટિવ આવતા ભરૂચ જિલ્લામાં કુલ પોઝિટિવ આંકડો ૩૬ પર પહોંચ્યો છે.