અંકલેશ્વર, તા.૨૪
અંકલેશ્વર ચોંટાનાકા પાસે ગણપતિ વિસર્જનની શોભાયાત્રામાં નાચવા બાબતે થયેલા ઝઘડામાં બે ઇસમોને ઇજા પોહચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
પોલીસ સુત્રીય માહિતિ મુજબ અંકલેશ્વર તાલુકાના નવા સક્કરપોર ગમે રહેતા હિરેન ઠાકોર પટેલ અને સંદીપ પટેલ બન્ને અંકલેશ્વર ખાતે ગણેશવિસર્જનની શોભાયાત્રામાં આવ્યા હતા. હિરેન પટેલ અને સંદીપ પટેલ એસબીઆઈ બેન્ક પાસે ટાડફળિયા ના ગણપતિમાં નાચી રહ્યા હતા તે દરમિયાન તાડફળિયામાં રહેતો વિજય દલપત વસાવાએ આ બન્ને ને તમે અમારા ગણપતિમાં કેમ નાચો છો તમે બહાર ગામના છો તેમ કહી બોલાચાલી થઇ હતી. દરમ્યાન સંદીપ પટેલે બોલાચાલી કરવાની ના પાડતા વિજય વસાવાએ તલવાર વડે સંદીપ પટેલને માથા ના ભાગે ઘા કર્યો હતો. જ્યારે ગોપાલ રાઠોડે પણ એક સપાટો મારી દિધો હતો. તેઓની સાથે તાડફળિયાનાજ ઈસુ વસાવા , વિજય ભાવુ અને નરેશ નામના ઈસમોએ ભેગા મળી હરેન પટેલ અને સંદીપ પટેલને તીક્ષણ હથિયાર વડે હુમલો કરી ઇજા પોહનચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.આ અંગે હરેન પટેલે વિજય વસાવા , ગોપાલ રાઠોડ , ઈશું વસાવા , વિજય અને નરેશ વિરુદ્ધ શહેર પોલિસ મથક માં ફરિયાદ નોંધવી હતી.