(સંવાદદતા દ્વારા) અંકલેશ્વર, તા. ૨૦
અંકલેશ્વરની વાલીયા ચોકડી પાસેની ઝુપડપટ્ટી માં પ્રેમિકાની લાકડાના સપાટા મારી હત્યા કરી ફરાર પ્રેમી ને જીઆઇડીસી પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, પોલીસ સુત્રીય માહિતી અનુસાર અંકલેશ્વરના હવા મહલ પાછળ ઝુપડપટ્ટીમાં રહેતો ઇમરાનખાન પઠાણ અને ૨૦ વર્ષીય રેખા વસાવા છેલ્લા ચાર વર્ષથી પ્રેમ સંબંધમાં સાથે રહેતા હતા.આ દરમ્યાન તેઓ વચ્ચે અવારનવાર ઝઘડા થતા રહેતા હતા. આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ઇમરાન પઠાણે તેની પ્રેમિકા રેખાને માથાના ભાગે લાકડાના સપાટા મારતા તેને ગંભીર ઈજા પહોચી હતી.ઈજાગ્રસ્ત રેખાને સારવાર અર્થે અંકલેશ્વરની જયાબહેન મોદી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં હાજર તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.આ તરફ ઇમરાન પઠાણ ફરાર થઇ ગયો હતો.બનાવ અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ઇમરાન વિરૂદ્ધ હત્યા અને એટ્રોસિટી એક્ટ નો ગુન્હો નોધી અલગ અલગ ટીમ બનાવી તેને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કરતા પોલીસે બાતમીના આધારે ઇમરાન પઠાણ ને ગણતરીના કલાકોમાં અંકલેશ્વરની નીલેશ ચોકડી પાસેથી ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.