અંકલેશ્વર, તા.૮
દેશભરના કર્મચારી યુનિયનોએ બુધવારના રોજ હડતાળ પાડી સરકાર સામે મોરચો ખોલી નાંખ્યો છે ત્યારે અંકલેશ્વર માં પણ બેંકના કર્મચારીઓ પણ હડતાળ માં જોડાતા બેન્કીંગ સેવાઓ ખોરવાય હતી.
પડતર માંગણીઓ સંદર્ભમાં બુધવારના રોજ દેશભરમાં ૨૫ કરોડથી વધારે કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયાં છે. અંકલેશ્વરની બીઓબી અને એસબીઆઈ બેંક સિવાય ની અન્ય રાષ્ટ્રીયકૃત બેન્ક કર્મચારીઓ આ હડતાળ માં જોડાતા વર્ષ ૨૦૨૦ના પ્રથમ સપ્તાહમાં જ બેન્કીંગ સેવાઓ ખોરવાઇ જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. ચેક કલીયરન્સ સહિતની કામગીરી ખોરવાઇ જતાં કરોડો રૂપિયાના નાણાકીય વ્યવહારો અટવાય પડયાં હતાં. બેંક કર્મચારી યુનિયનો દ્વારા કેન્દ્ર સરકારની આર્થિક નીતિના કારણે દેશ નું અર્થતંત્ર ખાડે ગયું છે અને જેના લીધે મોંઘવારી તથા બેરોજગારી વધી રહી છે.