(સંવાદદાતા દ્વારા)
અંકલેશ્વર, તા.૩૦
અંકલેશ્વરના સ્ટેશન અને વાલિયા ચોકડી વિસ્તારમાંથી બે અજાણ્યા ઇસમોના મૃતદેહ મળી આવતા શહેર પોલીસે તેઓની ઓળખ અને વાલી વારસોનો સંપર્ક સાધવાની કવાયત હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર રેલ્વે સ્ટેશન તથા વાલીયા ચોકડી વિસ્તારમાંથી બિનવારસી હાલતમાં અજાણ્યા ભિક્ષુક જેવા જણાતા બે ઇસમોના મૃતદેહ મળી આવ્યા હતા જે અંગેની જાણ શહેર પોલીસ મથકમાં થતાં પોલીસ દોડી આવી બન્ને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તેઓની ઓળખ અને વાળી વારસોની સંપર્ક સાધવાની તજવીજ હાથ ધરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ બન્ને મૃતદેહ જોતાં ભૂખ તરસ અથવા બીમારીના કારણે તેમજ આકરી ગરમીના કારણે મોત નીપજયું હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાલ લોકડાઉન ચાલી રહ્યું છે જેના પ્રથમ તબક્કામાં અનેક સેવાભાવી સસ્થાઓ ગરીબ અને જરૂરિયાતમંદોને ફૂડ પેકેટનું વિતરણ કર્યું હતું બીજા તબક્કામાં ફૂડ પેકેટના વિતરણની કામગીરી મંદ પડતાં આવા ગરીબ તથા બેસહારા લોકો નિઃ સહાય થઈ જતા તંત્ર લોકડાઉનની પરિસ્થિતિમાં ગરીબ તથા જરૂરિયાત મંદ લોકોની મદદે આવે તેવી લાગણી પ્રવર્તી છે.