અંકલેશ્વર, ભરૂચ, તા.૧પ
અંકલેશ્વર તાલુકાના એક ગામમાં શ્રમજીવી પરિવારની માલુમ ૧૪ માસની બાળા સાથે દુષ્કર્મ કરનાર નરાધમને પોલીસે ઝડપી લીધો હતો. અંકલેશ્વર તાલુકાના એક ગામમાં તા.૧૩ના રોજ નાળું બનાવવાની કામગીરી ચાલતી હતી. તે માટે શ્રમજીવીઓ નજીકમાં ઝૂંપડા બાંધી રહેતા હતા. તેમાં એક શ્રમજીવી પરીવારની માત્ર ૧૪ મહિનાની માસૂમ અબોધ બાળાનું અપહરણ કરીને સામોર ગામની સીમમાં અમરાવતી ખાડી કિનારે સ્મશાનમાં લઈ જઈ નરાધમે આ બાળા સાથે દુષ્કર્મ કરીને ત્યાં જ છોડી ભાગી ગયો હતો. બાળાની માતાની ફરિયાદને આધારે અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં ગુનો દાખલ કરી જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની રાહબરી અને સૂચના મુજબ તપાસ શરૂ કરી હતી.પોલીસ આ દિશામાં તપાસ કરતા બાળકની ખબર આપનાર આનંદ નામના યુવાનની પૂછપરછ કરતા તેણે કેટલાક શકમંદો લોકોની વાત કરતા પોલીસ શકમંદોની ઉલટ તપાસ શરૂ કરી હતી. સાથે પોલીસને આનંદ પર શંકા જતા તેની પૂછપરછમાં તેણે પોતે જ આ કૃત્ય કર્યું હોવાની કબૂલાત કરી હતી. આ મામલે પોલીસે આનંદ વસાવાની આકરી પૂછપરછ શરૂ કરી છે અને તેની પાસેથી આ દુષ્કર્મ અંગેની સંપૂર્ણ વિગતો એકઠા કરવાની તજવીજ શહેર પોલીસ મથકના પી.આઈ. ધૂરિયા કરી રહ્યા હોવાનું વિભાગીય પોલીસ વડા એલ.એ.ઝાલાએ કહ્યું હતું.