અંકલેશ્વર, તા.૧૧
અંકલેશ્વર ઇન્ડસ્ટ્રિયલ એસોસિએશનની ચૂંટણી માટે ગત મહિને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, પણ કોરોના વાયરસના કહેરના કારણે ચૂંટણી ન થાય તે માટે તમામ સભ્યોએ સહિયારા પ્રયાસો કર્યા હતાં. જેના ભાગરૂપે મેનેજિંગ કમિટીના તમામ સભ્યો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા, ત્યારે એઆઇએ હોલ ખાતે મેનેજિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. વર્ષ ૨૦૨૦-૨૦૨૧ના વર્ષ માટે પ્રમુખ તરીકે રમેશ ગાબાણી, ઉપપ્રમુખ તરીકે જયેશ પટેલ અને ધર્મેન્દ્ર પટેલ, સેક્રેટરી તરીકે વલ્લભ ચાંગાણી, સહમંત્રી તરીકે વિનોદ ગઢિયા અને રમેશ બોદર તથા ખજાનચી તરીકે અમુલખભાઇ પટેલની વરણી કરાય છે. નવા વરાયેલાં હોદ્દેદારોને સભ્યોએ શુભેચ્છાઓ પાઠવી હતી.