અંકલેશ્વર, તા. ૩૦
ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર નેશનલ હાઇવે પર પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન એલસીબીની ટીમ ને બાતમી મળી હતી કે સુરત તરફથી ટ્રક નંબર. એમ.પી.૦૯.એચએફ.૭૮૫૨માં ગેરકાયદેસર રીતે ખેરના લાકડા ભરી ડૂંગળીના બારદાનના કવરીંગ કરી પસાર થવાનો છે. જેને આધારે પોલીસે અંકલેશ્વર પાસેના હાઇવેની ખરોડ ચોકડી પર વોચ ગોઠવી હતી તે દરમિયાન આ ટ્રક આવતા પોલીસે તેને અટકાવી તેની તલાસી લેતા ડુંગળીના બારદાનના કવરીંગ નીચે અલગ અલગ સાઈઝના ૨૯ નંગ ખેરના લાકડા મળી આવ્યા હતા પોલીસે તામીલનાડુના ડેન્કાનીકોટા તાલુકાના સુલતાનપેટ નહેરુનગર કેલામંગલમના રેહવાસી ટ્રક ચાલક રોશન ઝમીર શેખ અને ક્લીનર ફૈયાઝ બસીર સૈયદ અટકાયત કરી ટ્રકમાં મુકેલ ડુંગળીના બારદાન કુલ-૯૬ અને ૨૯ નંગ ખેરના લાકડાના પુરાવા માંગતા તેઓએ દસ્તાવેજો રજુ નહી કરતા પોલીસે બંનેની અટકાયત કરી તેઓ પાસે રહેલ બે મોબાઈલ ફોન કિમત રૂપિયા ૫ હજાર અને રોકડ રૂપિયા ૧૨૦૦૦ તેમજ અલગ અલગ ખેરના લાકડા નંગ -૨૯ કિમત રૂપિયા ૫ લાખ તથા ડુંગળી ભરેલ બારદાન નંગ-૯૬ કિમત રૂપિયા ૯૬ હજાર એક ટ્રક મળી કુલ કીમત ૧૧ લાખ ૧૩ હજારનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.