(સંવાદદાતા દ્વારા) અંકલેશ્વર, તા.૧૦
અંકલેશ્વર જીઆઇડીસીમાં ગત મોડી રાતે લાયકાલેબ ચોકડીથી બેઈલ કંપની તરફ જવાના લગભગ અડધા કિલોમીટર જેટલા રસ્તે એક રસાયણીક કચરો ભરી જતા વાહનના ચાલકે પોતાનું વાહન બેફિકરાઇ પૂર્વક હંકારવાના પરિણામે જાહેર માર્ગ પર રસાયણીક કચરો ઢોળાતા આખો રસ્તો રસાયણીક કચરાથી છવાઇ જવા પામ્યો હતો. ઘટનાના પ્રત્યક્ષદર્શીઓના કહેવા મુજબ રસાયણીક કચરો લઈ જતો વાહનચાલક એટલો બધો તેની મસ્તીમાં મસ્ત હતો કે લોકોએ બુમો પાડવા છતાં પણ પોતાનું વાહન ન થોભાવી રસાયણીક કચરો ઢોળતો બેફિકરાઇ પૂર્વક જતો રહ્યો હતો. જો કે, આ ઘટનાની જાણ મીડીયાને થતા જ મીડીયા ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જો કે , ધટના ની જાણ તેના ટ્રાન્સપોટરને થતા જ તેણે સમગ્ર ઘટના ઉપર પરદો પાડવા માટે તાત્કાલિક રાતે જ રસ્તા ઉપર જે.સી.બી લગાવી રસ્તો સાફ કર્યો હતો અને રસ્તા ઉપર રેતી છંટાવી હતી. હાલ સુધીમાં આ બનાવ સંદર્ભે જી.આઇ.ડીસી.પોલીસ કે પોલ્યુશન બોર્ડે કોઇ પગલા લીધા હોય તે હાલ સુધી જાણવા મળેલ નથી.