અંકલેશ્વર, તા.૧૩
અંકલેશ્વરમાં ઔદ્યોગિક અકસ્માતોના બનાવો વધી રહ્યા છે ત્યારે સરકારી તંત્ર દ્વારા કામદારોના હિતોના રક્ષણ અંગે કોઈ ખાસ નોંધપાત્ર કાર્યવાહી કરવામાં આવતી નથી. જેમ કે તાજેતરમાં અંકલેશ્વરની ડેટોકસ ઈન્ડિયા કંપનીમાં કામદારનો અકસ્માતમાં પગ કપાયા હોવાની ઘટના બની હતી. આ ઘટનામાં કંપની દ્વારા માનવતાના કોઈ ધોરણો અપનાવાયા ન હતા. ન્યાય ના મળતા કામદાર કંપનીની બહાર ન્યાય ચાહીએ ના પ્લે બોર્ડ સાથે આવી પહોંચ્યા હતા. પરંતુ કામદારોએ ડેટોકસ ઈન્ડિયા કંપનીના કર્તાહર્તાઓને મળવા અંગે સમય માંગ્યો હતો. પરંતુ કંપનીના અધિકારીએ કામદારોને મળવાનો સમય ન આપી લાગણીવિહીન વર્તન કરતાં કામદાર આલમમાં રોષની લાગણી વર્તાઈ છે.