અંકલેશ્વર, તા.૨
અંકલેશ્વર શહેરમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ વેચાણ કરતી સંસ્થા એવી ધી અંકલેશ્વર તાલુકા પરચેઝ એન્ડ સેલ યુનિયન દ્વારા સૌથી ઓછા ભાવે તથા અવનવી વેરાયટીઓમાં ફટાકડાના સ્ટોલ અત્રેના ત્રણ રસ્તા પાસે સહકાર સદનમાં કાંતિ પટેલ હૉલ પાસે શુભારંભ ભરૂચ ડિસ્ટ્રિક્ટ કો.ઓ.બેંકના સી.એ. રજનીકાંત રાવલના હસ્તે આજરોજ કરાયો હતો. આ પ્રસંગે અંકલેશ્વર પ્રોડ્યુસ માર્કેટ કમિટીના ચેરમેન તથા અનેક સહકારી સંસ્થાઓ સાથે સંકળાયેલા સહકારી આગેવાન કરશનભાઈ પટેલ, અંકલેશ્વર પરચેઝ એન્ડ સેલ યુનિયનના ચેરમેન બાબુભાઇ આદમજી દેસાઇ, વા. ચેરમેન ભરતભાઈ પંડ્યા તથા ઇકરા સ્કૂલના ટ્રસ્ટી એસ.ડી. પટેલ, અસલમ હાટિયા સહિતના સંસ્થાના ડિરેક્ટરો તથા સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, અંકલેશ્વર તાલુકા પરચેઝ એન્ડ સેલ યુનિયન દ્વારા અનેક જીવન જરૂરિયારની ચીજવસ્તુઓ જેવી કે પતરાં, સિમેન્ટ તથા લોખંડની એંગલો, સળિયા તથા ડ્રાયફ્રૂટ સ્ટોર, અમૂલ પાર્લરનું સફળતા પૂર્વક સંચાલન સંસ્થાના ચેરમેન બાબુભાઇ તથા મેનેજર શબ્બીર અહમદ પટેલ દ્વારા કરાવાય છે અને આ સંસ્થામાં તમામ ચીજવસ્તુઓ બજાર ભાવ કરતાં રાહત દરે ગ્રાહકોને મળે છે. ફટાકડા સ્ટોલમાંં છેલ્લા ૬ વર્ષથી રાહત દરે ગ્રાહકોને ફટાકડા અપાય છે.