સ્વ.અહમદ પટેલની રજૂઆત બાદ નીતિન ગડકરીએ બ્રિજ મંજૂર કર્યો હતો
બ્રિજની મંજૂરી મળી ગઈ ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ હોવા છતાં કામ શરૂ થવામાં વિલંબ કેમ ?

(સંવાદદાતા દ્વારા) અંકલેશ્વર, તા.૬
અંકલેશ્વર નજીક ખરોડને. હાઇવે-૪૮ પર આવેલ ખરોડ હાઇવે ચોકડી સતત વ્યસ્ત રહેતી હોવાથી અને અકસ્માત મોત થતાં હોવાથી ખરોડ તેમજ આજુબાજુના ગામો સહિત તા.જિલ્લા કોંગ્રેસ અગ્રણીઓ એ સ્વ.અહમદભાઈ પટેલને ૨૭ ઓક્ટોબર ૨૦૧૯ના સંયુક્ત રીતે રજૂઆત કરી હતી. સ્વ.અહમદભાઈ પટેલે આ રજૂઆતને ગંભીરતાથી લઇ ૫ નવેમ્બર ૨૦૧૯ના દિવસે કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય પરિવહન મંત્રી નીતીનભાઇ ગડકરીને રૂબરૂ મળી રજૂઆત કરતાં નીતીનભાઇ ગડકરીએ ગંભીરતાથી લઇ ખરોડ હાઇવે ચોકડી પર બ્રિજને બનાવવાની મંજૂરી માટે ખાતરી આપી હતી અને ૨૨ નવેમ્બર ૨૦૧૯ના રોજ ગડકરીએ ખરોડ હાઇવે ચોકડી પર બ્રિજ મંજૂર કર્યો હોવાની જાણ કરતો પત્ર પાઠવ્યો હતો અને તેની જાણ સ્વ.અહમદભાઈ પટેલે ઉડાન ટ્રસ્ટના મહંમદ મોગરેલને કરી હતી અને ત્યારબાદ આ બ્રિજ બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા પણ પુણઁ કરવામાં આવી છે. જેની જાણ પણ ને. હાઇવે ઓથોરીટીએ મુહંમદ મોગરેલને કરવામાં આવી છે. ત્યારથી મહંમદ મોગરેલ હાલમાં વિદેશ અભ્યાસ અર્થે ગયા હોવા છતાં સતત હાઇવે ઓથોરીટીનાં સંપર્કમાં રહ્યા છે અને દિવાળી પછી બ્રિજનું કામ ચાલુ થઈ જશેની ખાતરી આપી હતી. પરંતુ દિવાળી પછી પણ બ્રીજનું કામ ચાલુ થયું નથી. જ્યારે હવે હાઇવે ઓથોરીટીએ ફક્ત કન્સ્ટ્રક્શન કંપનીને ફાઇનાન્શિયલ બિલ ઓપન કરી પ્રકીયા પુરી કરવાની બાકી છે ત્યારે ને. હાઇવે ઓથોરીટી યેનકેન પ્રકારે ડિલે કરી રહી હોવાથી મહંમદ મોગરેલે આ બાબતને હાઇવે ઓથોરીટીને ફરી એકવાર ધ્યાને લાવતા બે મહિના પછી કામ શરૂ થશેનું જણાવતા મુહંમદ મોગરેલે પ્રદેશ કોંગ્રેસના વરિષ્ઠ અગ્રણી નેતા શક્તિસિંહ ગોહિલ તથા મનીષભાઇ દોશી અને પરેશભાઇ ધાનાણીને રજૂઆત કરતાં પ્રદેશ અગ્રણીઓએ આ બાબતે કેન્દ્ર લેવલે રજૂઆત કરી હતી.
અંકલેશ્વર તાલુકાના ખરોડને હાઇવે નં.૪૮ ઉપર બ્રીજની મળેલ મંજૂરી અને ટેન્ડર પ્રક્રિયા પુરી કરવા છતાં બ્રિજનું કામ શરૂ નહીં થતાં ખરોડ તેમજ આજુબાજુના ગામ લોકોએ બ્રિજ બનાવવાની માંગણીને લઇ ફરી એકવાર રાજકીય અગ્રણીઓના સથવારે કેન્દ્રીય પરીવહન મંત્રી નીતીનભાઇ ગડકરીને બ્રિજની કામગીરીમાં વિલંબ થતાં અવગત કરશે.