અંકલેશ્વર, તા.૮
અંકલેશ્વર રેલવે સ્ટેશન નજીક સુરતના ૩૫ વર્ષીય યુવક અને વર્ષીય ર૩ યુવતીએ એક્સપ્રેસ ટ્રેન સામે પડતું મૂકી આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે.
અંકલેશ્વર રેલવે સ્ટેશન પાસે સુરતના વેડ રોડ પર ગજાનંદ સોસાયટીમાં રહેતા ૩૫ વર્ષીય સંજય દત્તારામ યાદવ અને કતારગામ વિસ્તારમાં મગન નગર સોસાયટીમાં રહેતી ૨૩ વર્ષીય મનાલી સંતોષ મહાબળેએ કોઈ અગમ્ય કારણોસર અંકલેશ્વર રેલવે સ્ટેશન નજીક ડાઉન લાઈન પર બાંદ્રા ગાજીપુર એક્સપ્રેસ ટ્રેન સામે પડતું મૂકતા ગંભીર ઈજાઓના કારણે બંનેના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા. આ ઘટનાની જાણ અંકલેશ્વર રેલવે પોલીસને થતા પોલીસ દોડી જઈ સંજય યાદવ અને મનાલી મહાબળેના મૃતદેહને પોષ્ટ મોર્ટમ અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી બંનેના પરિવારજનોને જાણ કરતા પરિવારજનો દોડી આવ્યા હતા. અંકલેશ્વર રેલવે પોલીસ દ્વારા સંજય યાદવ અને મનાલી મહાબળેએ કયા કારણોસર આત્મહત્યા કરી તે અંગે તપાસ હાથ ધરી છે.