અંકલેશ્વર, તા.ર૩
અંકલેશ્વર પાનોલી વચ્ચે નવજીવન હોટલ પાછળ રેલ્વે ટ્રેક ક્રોસ કરી રહેલી ૩૨ વર્ષીય પરપ્રાંતીય મહિલા ટ્રેન ની અડફેટ માં આવી જતા ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.
પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર પાસેની નવજીવન હોટલ પાસે આવેલ સાબાન ચૌધરી ના ભંગાર ના ગોડાઉન માં રહેતી અને મૂળ મધ્યપ્રદેશ ની ૩૨ વર્ષીય નિનીયા બેન ભીલ ગોડાઉન ની પાછળ થી પસાર થતી રેલ્વે લાઈન ના પાટા ક્રોસ કરી રહી હતી તે દરમ્યાન ટ્રેન ની અડફેટ માં આવી જતા તેમને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સથળે જ કરૂણ મોત નીપજ્યું હતું આ ઘટના ની જાણ તેના પરિવારજનો ને થતા તેઓ દોડી આવ્યા હતા અને શહેર પોલીસ ને જાણ કરતા પોલીસ દોડી આવી નિનીયા બેન ભીલ ના મૃતદેહ ને પોષ્ટ મોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વર-પાનોલી વચ્ચે ટ્રેનની અડફેટે મહિલાનું કરૂણ મોત

Recent Comments