અંકલેશ્વર, તા.૧૭
૧૫મી ઓગસ્ટ ૭૪મા સ્વાતંત્ર્ય પર્વ નિમિતે અંકલેશ્વર નગર પ્રાથમીક ગોયાબજાર શાળા સંકુલ ખાતે અંકલેશ્વર નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ જે મહિડાનું “કોરોના વોરિયર્સ ” તરીકે શાલ ઓઢાડી અને સન્માનપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ન.પ્રા. શિક્ષણ સમિતીના સભ્ય જીજ્ઞેશ અંદાડિયા, શાસક પક્ષના નેતા જનક શાહ, ગૌરાંગ રાણા, સિદ્ધુ કોગતી, જગદીશ શાહ તથા શાળા પરીવારના રશ્મિકાબેન પટેલ, ગજેન્દ્ર પટેલ, ભારતી મહેતા અને શાળા પરિવારના શિક્ષક સ્ટાફ હાજર રહીને તેઓની કામગીરીને બિરદાવીને પ્રોત્સાહીત કરવામાં આવ્યા. આ કોરોના વોરિયર્સનું સન્માન ગોયાબજાર મુખ્ય શાળા-૧ અને કન્યા શાળા બ્રાન્ચ-૧ના શાળા પરિવાર દ્વારા રાખવામાં આવ્યું હતું. કોરોના વોરીયર્સ તરીકે સન્માન બાદ મહીડાએ જણાવેલ કે આ કોરોના વાયરસની મહામારીના સમયે અમોને સહકાર આપનાર તમામ નગરપાલિકાના પદાધિકારીઓ, ચીફ ઓફિસર, તમામ વિભાગના અધિકારીઓ, સુપરવીઝન સ્ટાફનો, સફાઈ કામદારો તમામ કર્મચારીઓનો અને શહેરના નાગરિકોનો આભાર વ્યક્ત કરેલ હતો. તેમજ “કોરોના વૉરીયર્સ ” તરીકે શાલ ઓઢાડી અને સન્માનપત્ર આપીને મારૂ સન્માન કરવામાં આવ્યું તે બદલ ન.પ્રા. શાળાના રશ્મિકાબેન પટેલ, ગજેન્દ્ર પટેલ, ભારતી મહેતા અને ગોયાબજાર શાળા પરિવાર તમામનો આભાર વ્યક્ત કરેલ હતો. આ કાર્યક્રમમાં હાજર દરેકે પોતે માસ્ક પહેરી, સોશિયલ ડિસ્ટનશીંગનું પણ ખાસ પાલન કરવામાં આવેલ હતું.
Recent Comments