અંકલેશ્વર, તા.૧૪
ભરૂચ અંકલેશ્વર વચ્ચેના નેશનલ હાઇવે પર મુલદ પાસેના ટોલપ્લાઝા ઉપર નવા ટેમ્પાનો ફાસ્ટ ટેગ ન હોવાથી ડબલ ટેક્સની માંગણી કરી ઉશ્કેરાય ગયેલ ટોલપ્લાઝાના કર્મચારીઓ એ ટેમ્પા ચાલક અને તેમાં સવાર ઈસમને માર માર્યો હતો આ પ્રકરણ શહેર પોલીસે બે કર્મચારીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રીય માહિતી મુજબ રાજકોટ જિલ્લાના ગોંડલ ખાતે રહેતા દેવસૂર કનુભાઈ શાબા પોતાના ટેમ્પામાં ભરત ગઢવી સાથે મિત્રના ઘરનો સામાન ભરી વાપી જવા નીકળ્યા હતા. તેઓ નેશનલ હાઇવે ૪૮ પર નર્મદા બ્રિજ મુલદ ટોલપ્લાઝા ઉપર આવતા ફાસ્ટ ટેગ લગાવેલ ન હોવાથી તો ટોલ કમર્ચારીએ રૂપિયા ૪૦ના બદલે રૂપિયા ૮૦નો ડબલ ટેક્સની માંગણી કરતા ટેમ્પા ચાલક દેવસૂર શાબા એ ટેમ્પો નવો નવો હોવાથી ફાસ્ટ ટેગ ન હોવાનું જણાવ્યું હતું દરમ્યાન ટોલ પ્લાઝાના ત્રણ જેટલા સુપરવાઈઝર સાથે અન્ય કર્મચારીઓ આવી પહોંચી દેવસૂર શાબા અને ભરત ગઢવીને માર માર્યો હતો જો કે, શહેર પોલીસ દોડી આવી બન્ને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, ટેમ્પા ચાલક દેવસૂર શાબા એ ટોલ પ્લાઝાના ગોવિંદ અજય અને લોકેશ સહીત અન્ય કર્મચારી વિરૂદ્ધ શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી શહેર પોલીસે આ મામલામાં મૂળ રાજસ્થાનના અને હાલ માંડવા સાઈ દર્શનમાં રહેતા ધરમસિંહ મુકેશસિંહ અને ઝાડેશ્વરની મારૂતિ વિહાર સોસાયટીમાં રહેતા લોકાન્સ શ્રીજયપાલસિંહ જાદવને ઝડપી પાડી અન્ય ફરાર આરોપીને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.